ગુજરાતમાં દર કલાકે 19 લોકોને કુતરા કરડે છે, રખડતા ઢોરની તો વાત જ શી કરવી!

ADVERTISEMENT

Stray Dog
Stray Dog
social share
google news

અમદાવાદ : ગુજરાત રાજ્ય દેશના અનેક રાજ્યોની તુલનાએ અનેક પ્રકારે આગળ છે. જો કે ગુજરાતે વધારે એક બાબતમાં પણ અન્ય રાજ્યોની સરખામણીએ આગળ છે. જો કે આ બાબત ગુજરાત માટે ખુબ જ શરમજનક છે. રાજ્ય સરકારની મોટી મોટી વાતો વચ્ચે રાજ્યમાં કુતરા કરડવાની ખુબ જ ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્ય કુલ 1,69,261 કુતરા કરડવાની ઘટના સાથે સમગ્ર દેશમાં પાંચમા નંબરે આવ્યું છે. જેની ગણત્રી કરીએ તો રાજ્યમાં રોજના 464 લોકોને અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કુતરા કરડે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, લોકસભામાં પુછાયેલા એક સવાલનાં જવાબમાં દેશના હેલ્થ અને ફેમિલીવેલફેર મંત્રી સત્યપાલ સિંગ બઘેલે અધિકારીક રીતે આપ્યો હતો.

કુતરા કરડવાના ચોંકાવનારા અધિકારીક આંકડા

જો કે કુતરા કરડવાની ઘટનાઓની સંખ્યામાં છેલ્લા થોડા વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે. આંકડા અનુસાર 2020 માં 4.31 લાખથી ઘટીને 2021 માં 1.92 લાખ થઇ ગયો હતો. 2022 માં તે ઓર ઘટીને 1.69 લાખ થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભલે રાજ્યમાં કુતરા કરડવાની ઘટનામાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે પરંતુ અમદાવાદ સમગ્ર રાજ્યથી વિપરિત ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીક આંકડાઓ પરથી સંકેત મળે છે કે, 2022 માં કુતરા કરડવાના કુલ 58 હજાર કેસ નોંધાયા હતા. 2021 માં 51000 ઘટનાઓ કરતા 7500 વધારે હતા.

ADVERTISEMENT

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરાય છે કરોડોનો ખર્ચો

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ કુતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ વેક્સિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોવા છતા સરકાર અને કોર્પોરેશ તંત્ર બંન્ને રખડુ કુતરા બાબતે નિષ્ફળ રહેતા હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે.

ADVERTISEMENT

રખડતા કુતરાઓનો ત્રાસ

ADVERTISEMENT

– 2022 માં 1.69 લાખ નાગરિકો કુતરાનો શિકાર બન્યા
– રોજના 464 નાગરિકોને રખડતા કુતરા કરડે છે
– પ્રતિ કલાક 19 નાગરિકોને કુતરા કરડે છે

કુતરા કરડવા બાબતે દેશના પાંચ રાજ્ય (પ્રતિકલાકના દરે)

મહારાષ્ટ્ર – 45
તમિલનાડુ – 42
આંધ્રપ્રદેશ – 22
ઉત્તરપ્રદેશ – 22
ગુજરાત – 19

    follow whatsapp

    ADVERTISEMENT