સ્વામિનારાયણ પાટોત્સવમાં શ્વાનનો આતંક, એટલા લોકોને બચકા ભર્યા કે વેક્સિન ખુટી પડી
ગોધરા : શહેરમાં રખડતાં શ્વાને ખુબ જ આંતક મચાવ્યો છે. 15 લોકોને બચકા ભરી જતા સિવિલ હોસ્પિટલમાં ARS વેક્સિન ન હોવાને 5 ઇજાગ્રસ્તને તત્કાલ સારવાર…
ADVERTISEMENT
ગોધરા : શહેરમાં રખડતાં શ્વાને ખુબ જ આંતક મચાવ્યો છે. 15 લોકોને બચકા ભરી જતા સિવિલ હોસ્પિટલમાં ARS વેક્સિન ન હોવાને 5 ઇજાગ્રસ્તને તત્કાલ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોધરાના જહુરપુરા વિસ્તારનાં આવેલ ઘેલ ભવાની માતા મંદીર પાસે રખડતા શ્વાને હૂમલો કરતા 15 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત તમામ લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ARS વેક્સિન નહી હોવાને કારણે 5 જેટલાં ઇજાગ્રસ્તોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગોધરાના સ્વામીનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે નગર યાત્રા નિકળી હતી. આ દરમિયાન રખડતાં શ્વાને અચાનક યાત્રામાં રહેલા લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે શ્વાન વધારે ભડકી ગયો હતો. જેના કારણે તેણે વધારે લોકો પર હૂમલો કર્યો હતો. જેના કારણે કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શ્વાનના હૂમલામાં ચાર બાળકો પણ ઈજાગ્રસ્ત થયાં હતાં. જ્યારે અન્ય મોટા લોકોને કુતરાએ બચા ભરી લેતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગોધરામાં છેલ્લાં લાંબા સમયથી રખડતાં શ્વાનનો ભારે આંતક છે. જેના કારણે નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામા આવી ચુકી છે. જો કે નગરપાલિકાના નિંભર રાજનેતાઓ અને ઢોરના ચામડા ઓઢીને બેઠેલા અધિકારીઓને લાંબો કોઇ ફરક પડતો નથી. પાલિકા સત્તાધીશો દ્વારા કોઈ જ ગંભીરતા દાખવવામાં આવી નથી. બેદરકારી એટલે એવી બેદરકારી કે કુતરાઓનો ઉપાય તો ન જ કર્યો પરંતુ કુતરા કરડ્યા બાદ તેના માટે જરૂરી વેક્સિનની વ્યવસ્થા પણ કરી નહોતી. જેના કારણે નગરપાલિકા સામે લોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
(શાર્દુલ ગજ્જર)
ADVERTISEMENT