લમ્પી વાયરસ: જામનગરમાં વેક્સિન ખૂટી પડતા તબીબે સાદા પાણીનું ઈન્જેક્શન આપી દેવા કહ્યું, ઓડિયો ક્લિપ વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરમાં લમ્પી વાયરસ ગ્રસ્ત ગૌવંશને વેક્સીનના બદલે પાણી ભરીને ઇન્જેક્શન અપાયાનો સનસનાટીજનક પર્દાફાશ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે કર્યો છે. જામનગરના સર્કિટ હાઉસ ખાતેથી કોર્પોરેશનના બે અધિકારીઓની મોબાઈલ પરની વાતચીતનું ચોંકાવનારું રેકોર્ડિંગ વિક્રમ માડમે રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લમ્પી વાઇરસને લઈને કોંગ્રેસના નેતા વિક્રમ માડમે તંત્ર પર ગંભીર આક્ષેપ કરી બે પશુ ડોક્ટર વચ્ચે થયેલ ટેલિફોનીક વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો છે.

આ ઓડિયોમાં મહાનગરપાલિકાના પશુ ડોક્ટર ગોધાણી અને બહારથી આવેલા ડો. સોલંકી વચ્ચે થયેલી વાતચીત હોવાનું વિક્રમ માડમે જણાવ્યું છે. વિક્રમ માડમએ જાહેર કરેલી આ ઓડિયો ક્લિપમાં બે તબીબો વાતચીત કરી રહ્યા છે. જેમાં એક તબીબ વેક્સિન ન હોવાનું જણાવે છે ત્યારે અન્ય તબીબ તેને ઈન્જેક્શનમાં સામાન્ય બાટલાનું પાણી આપી દેવા કહે છે, જેથી લોકોને વેક્સિનેશન થતું હોય તે લાગે.

વિક્રમ માડમની માંગણી કે આ તબીબની ધરપકડ કરવામાં આવે અને ગાયોને રસી આપ્યા વિના જ શિંગડામાં લાલ કલર કરવામાં આવે છે. જામનગર શહેરમાં 2000 ગાયોના મોત થયાનો દાવો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, રસીના હોવાનું ખુદ તબીબ કબૂલે છે તેવો આરોપ વીમા માડમે લાગવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર નિર્દોષ પશુઓના જીવ લે છે, અને ઓરીજનલ વેક્સિનની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

ADVERTISEMENT

બીજી બાજુ મનપાના કમિશનર વિજય ખરાડીએ આ ઓડિયો કલીપને લઈને ગંભીર બાબત હોવાનું જણાવ્યું હતું અને ઓડિયોમાં વાતચીત કરનારા તબીબ પાસેથી આ બાબતે ખુલાસો માંગ્યો હોવાનું ઉમેર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT