તમારે UK જવું છે? માત્ર 10 રૂપિયામાં પહોંચી જશો લંડન, સેંકડો વિદ્યાર્થી પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • 10 રૂપિયાની કલર ઝેરોક્ષથી UK મોકલવાની બોગસ પરમીટ રેડી કરતા ગઠિયાઓ
  • 68 માર્ક વાળાને 86 બનાવી વિદેશ મોકલી આપવનું ચાલતું કૌભાંડ
  • એલિસબ્રિજ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
  • આંબાવાડી પાસે યુનિ વલ્ડ વિઝા ઓફિસમાં વિદેશ મોકલવાની લાલચ આપી ચિટિંગ કરતા ભેજાબાજનો પર્દાફાશ

અમદાવાદ : વિદેશમાં મોકલવા માટે માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમબ્રાંચે કર્યો છે. એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને 31 જેટલી ડુપ્લીકેટ માર્કશીટ પણ પોલીસે જપ્ત કરી છે. વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ સાથે ઠગ ટોળકીનો પણ શિકાર ન બને તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.

પોલીસની ગિરફ્તમાં આવેલા ત્રણેય આરોપીઓના નામ મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોર છે. આ લોકો ડુપ્લીકેટ માર્કશીટના આધારે અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલી ચુક્યા છે અને અનેકને મોકલવાની ફિરાકમાં પણ હતા. હાલમાં પણ અનેક વિદેશ જવા ઇચ્છતા લોકો પાસેથી પૈસા પડાવીને તેમને વિદેશ મોકલવા માટેની તૈયારી હતી. સામાન્ય રીતે કોઈ પોતાનું કરિયર બનાવવા તો કોઈ બેરોજગાર પોતાની જીવન ભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા જોતા ભેજાબાજ સકંજામાં ફસાઈ જાય છે.

લોકોના જીવન સપના આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 12ની માર્કસીટમાં ગોટાળા કરીને તેના આધારે UK માં એડમિશન અપાવતા હતા. લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 31 થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે.

ADVERTISEMENT

મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી હતી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTS ની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે.

જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે.જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો.56 માર્કસના 76 કે 86 કરતો અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UK ની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો.જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો. કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના અવેરનેસના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં અનેક વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT