તમારે MLA બનવું છે? આ દિગ્ગજ પાર્ટી આપી રહી છે સીધા જ ધારાસભ્ય બનવાની તક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસ ફરી એકવાર એક્શન મોડમાં આવી ચુકી છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી રાત દિવસ ઉમેદવારો પર કામગીરી કરી રહી છે. મહત્તમ જીત પ્રાપ્ત કરી શકે તેવા ઉમેદવારોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસ દ્વારા આ વખતે દરેક માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. જો કોઇ ઉમેદવારી કરવા ઇચ્છતું હોય તો બાયોડેટા જિલ્લા કક્ષા તથા પ્રદેશ કક્ષાએ આપવા પડશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટી દ્વારા લેવાશે નિર્ણય
કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના તમામ સીનિયર નેતાઓ હાલ સંભવીત ઉમેદવારો પર કામગીરી કરી રહ્યા છે. જો કે રાહુલ ગાંધી દ્વારા સ્ક્રિનિંગ કમિટીને કેટલાક મહત્વના સુચનો કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને હવે અન્ય કોઇ ઉમેદવાર પણ પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો પોતાનો બાયોડેટા મોકલી શકે છે. તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો બાયોડેટા આપવાનો રહેશે. ઉમેદવારી નોંધાવનાર દરેક નેતાનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

હાલના ધારાસભ્યોની ટિકિટ કાપવા અંગે કોઇ વિચારણા નહી
આગામી 21,22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. ત્યાર બાદ દરેક પેનલ સંભવિત ઉમેદવાર પર ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે. જો કે આ ઉપરાંત કોંગ્રેસના વફાદાર રહેલા ધારાસભ્યોની ટિકિટ નહીકાપવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સુખરામ રાઠવા અગાઉ પણ આ અંગે નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT