ગુજરાતમાં હવે ન્યાય મળે તે માટે પણ આંદોલન કરવા પડશે? મહેસાણાના બ્રાહ્મણ પરિવારનો હૃદય દ્રાવક કિસ્સો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા : બે બ્રાહ્મણ ભાઈઓના હત્યારા બિલ્ડરની ધરપકડની માંગ સાથે હવે પરિવાર પોલીસ સામે લડી લેવાના મુડમાં છે. પીતાંબર પહેરેલ પરિવારના પોલીસ સ્ટેશનમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આપણા ગુજરાતની કરૂણાંતિકા કહો કે જે કાંઇ પણ લોકોને હવે ન્યાય માટે પણ આંદોલનો કરવા પડે છે. ગુજરાતમાં જે વ્યક્તિ પોતાનો હક્ક ઇચ્છતી હોય તેણે આંદોલન કર્યા સિવાય સરળતાથી પોતાનો હક નથી મળતો.

મુખ્ય આરોપી બુટલેગર આરામથી ફરી રહ્યો છે
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કડીના બુડાસણ ગામે જમીનના વિભાગમાં એક જ પરિવારના બે સિનિયર સિટીઝન ભાઈઓના હત્યાના કેસમાં મુખ્ય કથિત આરોપી કલોલના બિલ્ડરની ધરપકડ થતી ન હોવાના મુદ્દે બ્રાહ્મણ પરિવાર પીતાંબર પહેરીને કડી પોલીસ સ્ટેશનમાં આમરણાંત ઉપવાસ ઉપર બેસી જતા પોલીસ દોડતી થઈ છે.

ખેતરમાં કામ કરી રહેલા 2 ભાઇઓ પર જીવલેણ હૂમલો
કડીના બુડાસણ ગામે 15 જુલાઈ 2022 ના રોજ સુખદેવભાઈ શુકલ અને તેમના ભાઈ ગૌતમભાઈ શુકલ ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે જમીનના વિવાદમાં તેમના ઉપર હુમલો થયો હતો. ગંભીર રીતે ઇજા પામેલા સુખદેવભાઈ શુકલાનું બનાવના બીજા દિવસે મૃત્યુ થયું હતું. જ્યારે તેમના સિનિયર સિટીઝન ભાઈ ગૌતમભાઈ શુક્લનું બનાવના એક મહિના બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

ADVERTISEMENT

પોલીસ પોતાના હપ્તાના પાપે મુખ્ય આરોપીને છાવરી રહી છે
કડી પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર અંગે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ ફરિયાદમાં જેમનું મુખ્ય આરોપી તરીકે નામ હતું તેવા કલોલના બિલ્ડર રાજુ બાટાની આજ દિન સુધીમાં ધરપકડ ન થવા મુદ્દે બ્રાહ્મણ પરિવારે અગાઉ મહેસાણા ડીએસપીથી માંડીને મુખ્યમંત્રી સુધી કરેલી રજૂઆતો છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું.

રાજકીય અને આર્થિક કારણોથી રાજુ બાટા બિન્દાસ્ત
રાજકીય કારણોસર કથિત આરોપી રાજુ બાટા ની ધરપકડ થતી ન હોવાના મુદ્દે કંટાળેલા બ્રાહ્મણ પરિવારે શુક્રવારે સવારે કડી પોલીસ સ્ટેશનમાં પીતાંબર પહેરીને આમરણાંત ઉપવાસ ઉપર બેસી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
વિઓ ૨ : પોલીસ ધરપકડના મુદ્દે કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એસ.બી .ધાસુરા નો મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો પરંતુ તેમને ફોન ઉઠાવ્યો ન હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT