માછીમારોને દિવાળી ભેટ, બોટ, કેરોસીન, ડીઝલમાં સરકારની લ્હાણી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નાના માછીમારોને સહાય માટે વિવિધ નિર્ણયો કરીને દિવાળીની ભેટ અપાઇ છે. જેમાં આઉટબોર્ડ મશીન હોય તેવા બોટધારકોને કેરોસીન સહાય યોજના હેઠળ પ્રતિલિટર 25 રૂપિયાના ભાવે 150 લીટર અને વાર્ષિક 1472 લીટર કેરોસીનનો જથ્થો અપાતો હતો. આ સહાયમાં વધારો કરીને 50 રૂપિયા કરી દેવાયો છે જ્યારે કેરોસીનનો જથ્થો પણ 1500 લીટર કરી દેવાયો છે. જેના કારણે 4 હજારથી વધારે માછીમારોને ફાયદો થશે.

કેરોસીનમાં લાંબા સમયથી રાહતની માંગ કરાઇ રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, નાની બોટના ચાલકો પેટ્રોલથી એન્જિન ચાલુ કરીને કેરોસીનથી બોટ ચલાવતા હતા. જો કે હવે પેટ્રોલ અને કેરોસીનના ભાવ સરખા થઇ જતા નાના બોટ ચાલકોની માંગ હતી કે ડીઝલમાં રાહત મળે છે તે પ્રકારે કેરોસીનમાં પણ રાહત આપવામાં આવે. આ માંગને સ્વિકારતા સરકારે 50 રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી છે.

ડીઝલ પણ ગમે તે પંપ પરથી લઇ શકાશે
આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ અપાતું ડીઝલ સરકારી માન્યતા પ્રાપ્ત કોઇ પણ ડીઝલ પંપ પરથી ખરીદી શકશે. આ નિર્ણયના કારણે ઇજારા શાહીનો અંત આવશે. માછીમારોને ડીઝલ સારી ગુણવત્તાનું મળી રહેશે. આ ઉપરાંત ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટી જશે. જેના કારણે માછીમારોને ઘણો ફાયદો મળશે.

ADVERTISEMENT

એન્જિન ખરીદવા પણ સહાય ચુકવવામાં આવશે
આ ઉપરાંત એન્જિન ખરીદવામાં પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જેમાં ટુ સ્ટ્રોક, ફોર સ્ટ્રોક, આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા ઇચ્છતા 1287 લાભાર્થીઓને 60 હજાર રૂપિયા લેખે કુલ 7,72,20,000 (સાત કરોડ બોતેરલાખ વીસ હજાર ) રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સબસીડી પેટે ચુકવવામાં આવશે.

માછીમારોને ડીઝલનો વધારાનો જથ્થો આપવામાં આવશે
આ ઉપરાંત માછીમારોને ડીઝલમાં વેટ રાહત હેઠળ મળતા ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 44 હોર્સ પાવરની ક્ષમતાવાળી બોટોને 13 ના બદલે 18 હજાર લીટર, 45-74 હોર્સ પાવરની બોટને 18 ના બદલે 24 હજાર લીટર, 75-100 હોર્સ પાવર બોટને 23 ના બદલે 30 હજાર લીટર, 101 કે તેથી ઉપરની બોટને 26 ના બદલે 34 હજાર લીટરનો જથ્થો વેટ મુક્ત મળશે. આ નિર્ણયથઈ 10 હજાર જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT