ગુજરાત એસટીને દિવાળી ફળી, કન્ડક્ટરો પાકીટ નહી કોથળા ભરીને પૈસા લાવ્યા
અમદાવાદ : દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત એસટી માટે આ તહેવારની સિઝન નફાકારક નિવડી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધામો ઉપરાંત પોતાના વતન જવા માટે મોટા…
ADVERTISEMENT
અમદાવાદ : દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત એસટી માટે આ તહેવારની સિઝન નફાકારક નિવડી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધામો ઉપરાંત પોતાના વતન જવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. જેના કારણે એસટીને બમ્પર કમાણી થઇ હતી. એસટી નિગર દ્વારા ગત્ત વર્ષના વિવિધ રૂટનો અભ્યાસ કરીને આ વર્ષે જ્યાં વધારે બસો હોય ત્યાં એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી હતી. આ અનુસંધાને સુરતમાંથી સૌથી વધારે 2115 ટ્રીપ એક્સ્ટ્રા થઇ હતી. જેની અસર પણ દેખાઇ હતી.
એસટી સચિવ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું
એસટી નિગમના સચિવ કે.ડી દેસાઇના અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન 2300 બસ દોડાવવાનું આગોતરૂ આયોજન કરાયું હતું. જેમ મુસાફરોની સંખ્યા વધે તેમ એક્સ્ટ્રા બસ પણ મુકવામાં આવી હતી. 16 ડિવિઝનમાંથી કુલ 8304 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે 7.18 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જે ગત્ત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાથી વધારેની આવક થઇ હતી.
7 દિવસમાં 1 કરોડથી વધારે મુસાફરોએ મુસાફરી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન 1 કરોડથી વધારે મુસાફરોએ એસટી નિગમની બસની સુવિધાનો લાભ લીધો હતો. જેના પગલે કુલ 7.18 કરોડની આવક તેમને થઇ હતી. એસટી નિગમ દ્વારા નવી આવેલી તમામ બસોને એક્સ્ટ્રા તરીકે દિવાળી દરમિયાન દોડાવવામાં આવી હતી. તહેવારો સમયે ખાનગી વાહનોના ભાડા આસમાને પહોંચતા હોવાને કારણેલોકો એસટી પર પસંદગી ઉતારતા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT