JUNAGADH માં પ્રવેશતા જ કોંગ્રેસનું સામૈયું થયું, પછી ફજેતો, દિગ્ગજ નેતાઓ ભોંઠા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ : શહેરમાં કોંગ્રેસમાં વિખવાદ અને એક બીજા તરફની નારાજગીએ માજા મૂકી છે. આજે એક તરફ કોંગ્રેસમાં ચાલો માં કે દ્વારની રેલી લઇ જૂનાગઢ પહોંચતા કેન્દ્રીય અને રાજ્ય લેવલના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ શહેરના કાળવા ચોકમાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કરતા નારા લગાવ્યા હતા. ભીખા જોશી હાય હાયના નારા લાગતાં અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા વગેરેએ સમજાવી મનાવી અને નારેબાજી બંધ કરાવી હતી.

દલિત સમાજ દ્વારા વિરોધ કરાયો
અનુસૂચિત જનજાતિના મુદ્દે થઇ રહેલા વિરોધમાં દલિત સમાજના નેતા રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો કે, અમારા દલિત સમાજની માંગ છે કે ભીખા જોશીને ટિકિટ આપવામાં ન આવવી જોઇએ. કોર્પોરેશનની ચુંટણી દરમિયાન તેમણે દલિત નેતાને હરાવવાનું કાવતરું કર્યું હતું અને કોંગ્રેસની પેનલને હરાવી હતી. જો કે કોંગ્રેસ નેતાઓની ખૂબ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ચાલો મા કે દ્વાર
કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ યાત્રા ઉમિયા ધામની યાત્રા પર નીકળ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર,ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, ભીખા જોશી, હર્ષદ રિબડિયા, લલિત વસોયા સહિતના ધારાસભ્યો રાજકોટથી ખોડલધામ, માં ઉમિયા ધામ ગાંઠીલા ધામ અને સાંજે સિદસર ખાતે યાત્રા પૂર્ણ કરશે.

ADVERTISEMENT

સાબલપુર ચોકડી પર ભવ્ય સ્વાગત
જૂનાગઢ આવી પહોંચેલ આ માં કે દ્વારા યાત્રા જૂનાગઢ શહેરના સાબલ્પુર ચોકડીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 27 વર્ષથી ત્રસ્ત પ્રજાને મા ઉમિયા બચાવે. એ જ ઉદ્દેશ્ય સાથે યાત્રા નીકળી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુનાહિત કૃત્ય કરનારને ટિકિટ ભાજપ આપે છે. ભાજપમાં જવાથી ગંગામાં નાહ્યા પ્રમાણે પાપ ધોવાય જાય છે!!??

આ યાત્રાથી કોંગ્રેસને થશે મોટો ફાયદો?
શહેરના મજેવડી ગેટ,ગાંધી ચોક, કાળવા ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક યાત્રા નીકળી હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નું વર્ચસ્વ જોતા ગત ચુંટણીમાં સૌથી વધુ સીટ પ્રાપ્ત કરી હતી. હવે એ સીટ જાળવી રાખી વધુ સીટ મેળવવાની કોશિશ રૂપે આ યાત્રાનો રૂટ ખાસ રાજકોટ અને જૂનાગઢ રાખવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન કુલ 9 સીટના સ્થળો પર આ યાત્રા નીકળી હતી. જેમાં રાજકોટ, ઉપલેટા ધોરાજી, જૂનાગઢ, માણાવદર, જેતપુર મુખ્ય બેઠકો છે. જ્યાં કોંગ્રેસ જીતની આશા રાખી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT