મહીસાગરમાં વિધાનસભા ટિકિટ મુદ્દે ઉમેદવારોમાં અસંતોષ, કાર્યકર્તાઓમાં અસંતોષ
વિરેન જોશી/મહીસાગર : જિલ્લાના લુણાવાડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીને લઇને સંભવિત ઉમેદવાર માટે અંદરો અંદર વિખવાદ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક…
ADVERTISEMENT
વિરેન જોશી/મહીસાગર : જિલ્લાના લુણાવાડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીને લઇને સંભવિત ઉમેદવાર માટે અંદરો અંદર વિખવાદ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીને લઇ સંભવિત ઉમેદવાર માટે અંદરો અંદર ખેંચતાણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જ કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો નક્કી થઇ ચુકી છે.
કોંગ્રેસ પ્રદેશ દ્વારા સીટો પર સંભવિત ઉમેદવારની ટિકિટ અપાઇ શકે છે
કોંગ્રેસ પ્રદેશ દ્વારા સીટો પર સંભવિત ઉમેદવારની ટિકિટ નક્કી કરી નામ બહાર પાડવામાં હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યાં મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં લુણાવાડા વિધાનસભામાં સંભવતી ઉમેદવાર નામને લઇ લુણાવાડા કોંગ્રેસમાં અંદરો અંદર વિરોધનો વંટોળ શરૂ થતા અન્ય પક્ષને ફાયદો થવાના એધાણ હાલ વાર્તાયેલા જોવા મળી રહ્યા છે.
લુણાવાડા સીટ પર કોંગ્રેસ દ્વારા 22 જેટલા લોકોએ ટિકિટની માંગ કરી
લુણાવાડા વિધાનસભાને કોંગ્રેસ દ્વારા 22 જેટલા લોકોએ ટિકિટની માંગણી કરવામાં આવી છે, ત્યાં છેલ્લા બે દિવસ સંભવિત ઉમેદવારનું માત્ર એક નામ કૉંગ્રેસના સિનિયર કાર્યકર પી એમ પટેલનું નામ ભારે ચર્ચામાં આવતા કેટલા ટિકિટની માંગણી કરતા ટિકિટ વાંછુંકો અને તેમના કાર્યકરો દ્વારા ગત મોડી રાત્રે વિરોધ કરી રાજીનામુ આપવા સુધીની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ADVERTISEMENT
લુણાવાડાના સંભવિત ઉમેદવારને ટિકિટ અપાશે
લુણાવાડાના સંભવિત ઉમેદવાર પીએમ પટેલને જો ટિકિટ આપવામાં આવશે, તો કોંગ્રેસના કાર્યકરો રાજીનામું આપી અપક્ષમાં ઉમેદવાર ઉભૉ કરી તેને મદદ કરવાનું હાલ જણાવી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલ મહીસાગર જિલ્લા યુથ કૉંગ્રેસના ઉપ પ્રમુખ ભરત પટેલ તેમજ મહીસાગર જિલ્લા કૉંગ્રેસના કિસાન મોર્ચાના ચેરમેન હર્ષદ પટેલના બગાવતી તેવરને દબાવવા કોંગ્રેસ શું કરે છે તે જોવું રહ્યું.
લુણાવાડા કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ
લુણાવાડા કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદને લઇ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સુરેશ પટેલે ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરતા કોંગ્રેસ એક જૂથ છે અને કોંગ્રેસમાં એવો કોઈ પણ વિખવાદ નથી મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકો કોંગ્રેસનો ગઢ છે. આ વખતે ત્રણે સીટો પર કોંગ્રેસ જીતશે અને જીત નિશ્ચિત છે. લોકો હવે સમજી ગયા છે, પરંતુ કેટલાક ટિકિટની માંગણી કરનાર લોકો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યા છે. જો આવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આવું ફરીથી કઈ પણ કરવામાં આવશે તો તે લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT