લખતર સ્ટેટના ઠાકોર સાહેબના વંશજો વચ્ચે 1000 કરોડની પ્રોપર્ટીને લઈને વિવાદ, કોર્ટમાં પહોંચ્યો મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ઠાકોર સાહેબની વડીલો દ્વારા વારસામાં મળેલી સ્થાવર અને જંગમ મિલકત ઠાકોર સાહેબના વંશજોને ન મળતા 1000 કરોડનો દાવો સુરેન્દ્રનગરની કોર્ટમાં કરવામાં આવ્યો. લખતર સ્ટેટની મિલકતમાં સીધી લિટીના વારસદારોને કોઈ પણ પ્રકારનો મિલકતમાંથી ભાગ આપવામાં ન આવતા પાર્ટશનનો દાવો કરવામાં આવ્યો છે. હાલમાં લખતરમાં રાજમહેલ, ખેતરો, જમીનો, સોનુ-ઝવેરાત, હવેલીઓ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે.

હાલની પરિસ્થિતિમાં લખતર સ્ટેટની તમામ મિલકત બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ ઝાલા પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મુદ્દે તે સમયે લખતર ઠાકોર સાહેબ બલવીર સિંહ ઝાલાના સીધી લીટીના વારસદારો દ્વારા આજે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા લખતર સ્ટેટની તમામ મિલકત આવેલી છે તેના પર 1000 કરોડનો દાવો કરાયો છે. જામનગરથી વકીલોની ટીમને સાથે રાખી લખતર સ્ટેટના સિધી લિટીના વારસદારોએ લખતર સ્ટેટની મિલકતમાં કોર્ટ સમક્ષ દાવો કરતા ચકચાર મચી ગઈ છે. દાવમાં મિલકતમાં ભાગ આપવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં 1 હજાર કરોડની મિલકત સામે દાવો માડવામાં આવ્યો છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનું સમૃદ્ધ સ્ટેટ ગણાતા લખતર સ્ટેટ પાસે ખેતર, સોનું, જવેરાત, રાજમહેલ, વાડીઓ, જમીઓ સહિતની અનેક મિલકતો છે. જેમાં હાલના રાજવી દ્વારા સીધી લીટીના વારસદારોને મિલકતમાં કોઈ ભાગ આપવામાં આવ્યો નહોતો.

ADVERTISEMENT

નોંધનીય છે કે, લખતર સ્ટેટના ઠાકોર સાહેબ બલવીર સિંહ ઝાલાના નામે લખતર સ્ટેટની તમામ પ્રોપર્ટી હતી. તેમના નિધન બાદ આ પ્રોપર્ટી ઈન્દ્રસિંહ ઝાલાના નામે થઈ અને તેમના સાત ભાઈઓ હતા. 1970માં લખતરના ઠાકોર સાહેબ ઈન્દ્રસિંહ ઝાલાનું નિધન થતા તેમના એકમાત્ર પુત્ર બલભદ્રસિંહ ઝાલાને લખતર સ્ટેટની તમામ પ્રોપર્ટી મળી. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ ઈન્દ્રસિંહ ઝાલાના સાત ભાઈઓને લખતર સ્ટેટની પ્રોપર્ટી ન મળતા તેમણે કોર્ટ સમક્ષ 1 હજારનો દાવો માંડ્યો હતો અને મિલકતમાં ભાગ મળે તેવી કોર્ટમાં રજૂઆત કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT