CM આવાસ પર ડિનર ડિપ્લોમસી, તમામ મંત્રી પાર્ટી ધારાસભ્યો સાથે ભોજનસમારંભ
ગાંધીનગર : વિધાનસભામાં આજનો દિવસ ખુબ જ તોફાની રહ્યો હતો. કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિવિધ પ્લેકાર્ડ સાથે વિધાનસભામાં ભારે હોબાળો…
ADVERTISEMENT
ગાંધીનગર : વિધાનસભામાં આજનો દિવસ ખુબ જ તોફાની રહ્યો હતો. કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિવિધ પ્લેકાર્ડ સાથે વિધાનસભામાં ભારે હોબાળો કર્યો હતો. જો કે દિવસના અંતે દુરથી આવતા ધારાસભ્યોને મુખ્યમંત્રીએ પોતાના ઘરે જમવા માટે આમંત્રીત કર્યા હતા. 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર છે અને તેનો અંતિમ દિવસ આવતી કાલે છે. ત્યાર બાદ જે નવી સરકારી આવશે શિયાળુ સત્રની શરૂઆત કરશે. જેથી મુખ્યમંત્રીએ સાંપ્રત સરકારનાં ધારાસભ્યો અને મંત્રીઓ સાથે અંતિમ ભોજન લીધું હતું.
ચૂંટણી નજીક છે ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમ ખુબ જ મહત્વનો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીકમાં હોય ત્યારે ધારાસભ્યો અને ટિકિટ વાંચ્છુકો મુખ્યમંત્રી આવાસના આંટાફેરા તો કરતા રહેતા જ હોય છે તેમાં પણ વિધાનસભા સત્ર દરમિયાન આ આવનજાવન ખુબ જ વધી જતી હોય છે. આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમો બંધ થઇ જતા હોય છે. ત્યાર બાદ દરેક ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પ્રચાર પ્રસારમાં લાગી જતા હોય છે.
આચારસંહિતા લાગુ થાય પછી તમામ કાર્યક્રમો બંધ થઇ જશે
આ ઉપરાંત આચારસંહિતા બાદ સરકારી ગાડીઓથી માંડીને તમામ સરકારી મશીનરી જે ધારાસભ્યો પાસે હોય તે તેમને મુકી દેવી પડતી હોય છે. તે પહેલા જ મુખ્યમંત્રી તમામ મહત્વના કામ નિપટાવી રહ્યા છે. તેવામાં તમામ ધારાસભ્યો સત્રમાં હાજર છે ત્યારે મોકો જોઇને મુખ્યમંત્રીએ ચોગ્ગો ફટકારી દીધો હતો. 18 જેટલા સમાજના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી હાજર રહી ચુક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ભાજપ ધારાસભ્યો મુદ્દે ખુબ જ વિકટ સ્થિતિ છે. આંતરિક અસંતોષ ઉપરાંત નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT