‘આસુરી શક્તિઓ મારી પાસે બોલાવીને ભગવાનનું નામ ખરાબ કરે છે’, સનાતન વિશે બફાટ બાદ દિનેશ પ્રસાદ ફરી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Swaminarayan Controversy: ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી દિનેશ પ્રસાદનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો. હવે તેમણે વિવાદ વકરતા માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર તર્ક આપ્યો છે. તેમણે કહ્યું કે, મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ આસુરી શક્તિઓ પાસે આવી નેગેટિવ બોલાવી જાય છે.

ભગવાન વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન

આ પહેલા વિવાદિત વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા હતા કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે. આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કુરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતાઓ સાથે સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાઓમાં નથી માનતા, તેઓ સ્વામિનારાયણ ભગવાનને સ્વીકારશે.

ADVERTISEMENT

‘આપણે મંદિરમાંથી અન્ય દેવી-દેવતાને કાઢવાના છે’

વીડિયોમાં તેઓ આગળ કહ્યું હતું કે, મારા ભગવાન અંતર્યામી છે. કોઈ સનાતનીએ આવવાની જરૂર નથી. સનાતન ધર્મ પાળતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. ભગવાનની આજ્ઞા સિવાના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.

    follow whatsapp

    ADVERTISEMENT