સરકારે સાચે પોલીસને લોલીપોપ આપી? પગાર વધારો નહી મળે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે ન અપાય ત્યાં સુધી વચગાળાની રાહત સ્વરૂપે સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના અંતર્ગત દરેક કોન્સ્ટેબલથી લઇને ASI સુધી દરેકને સરેરાશ 5 હજાર જેટલો પગાર વધારાનો લાભ મળી રહ્યો હતો. જો કે આના પર કેટલાક પોલીસ અગ્રણીઓએ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને અમલ ન થાય ત્યાં સુધી તેને લોલીપોપ ગણાવી હતી.

જ્યાં સુધી GR નહી થાય ત્યાં સુધી પગાર વધારો નહી મળે, માત્ર જાહેરાત
જો કે હવે આ વાત સાચી સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં જાહેરાત તો થઇ છે. જો કે સરકાર દ્વારા હજી સુધી આ અંગે કોઇ GR કરવામાં આવ્યો નથી. જેના કારણે આ મહિને સરકારી પોલીસ કર્મચારીઓને કોઇ જ રાહત નહી મળે. એટલે કે આ મહિનો પણ પગારવધારા વગર જ કાઢવો પડશે. જેના કારણે ફરી એકવાર કર્મચારીઓમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ થઇ છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓમાં સરકારના વચનો પ્રત્યે ફરી એકવાર અસંતોષની લાગણી ઉત્પન્ન થઇ છે.

કેજરીવાલનું નામ લઇને ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો
જો કે આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને આ અંગે જણાવ્યું કે, હર્ષભાઇ સંઘવી તમે ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો. તાત્કાલીક પરિપત્ર કરીને પોલીસને ઓગસ્ટના પગારમાં જ વધારો આપો. પોલીસને ઓગસ્ટ મહિનાના પગારમાં જ વધારાના ભથ્થાને લાભ ન આપવો પડે તે માટે પરિપત્ર નથી કરતા તેવું ગૃહવિભાગના અંદરના સુત્રો કહે છે. કેજરીવાલને કહેવું પડશે કે શું?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT