શું કોરોના વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યા Heart Attack ના કેસ?, જાણો આરોગ્યમંત્રીએ શું કહ્યું
નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર કોરોના વેક્સિનને લઈને ઉઠી રહ્યા છે સવાલો ઋષિકેશ પટેલે કહ્યું- આ વાત પાયાવિહોણી Gujarat Heart Attack…
ADVERTISEMENT
- નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
- કોરોના વેક્સિનને લઈને ઉઠી રહ્યા છે સવાલો
- ઋષિકેશ પટેલે કહ્યું- આ વાત પાયાવિહોણી
Gujarat Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેક (heart attack)થી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો ખરાબ લાઈફસ્ટાઈલ અને તણાવને હાર્ટ એટેકની પાછળનું કારણ જણાવે છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતાં કેસોને કારણે કોરોના મહામારીમાં લગાવાયેલી વેક્સિન પર પણ અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) નું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કોરોના રસીની આડ અસરથી યુવાનોમાં હાર્ટ એટેકની વાત પાયાવિહોણી છે.
ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યો સવાલ
ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં હાર્ટ એટેકનો મુદ્દો ગુંજ્યો હતો. ‘શું કોવિડ વેક્સિનેશનના કારણે યુવાનોના હાર્ટ એટેકના બનાવો વધ્યા?’ આ સવાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની આડ અસરથી યુવાનોમાં હાર્ટ એટેકની વાત એકદમ પાયાવિહોણી છે. કોરોનાની વેક્સિનની કોઈપણ આડઅસર થઈ નથી.
વાતમાં કોઈ તથ્ય નથીઃ ઋષિકેશ પટેલ
આ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હાર્ટ એટેકના વધતાં કેસો વચ્ચે એવો અભિગમ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોવિડ વેક્સિનેશનના કારણે આવું થઈ રહ્યું છે. પરંતુ આ વાતમાં સહેજ પણ તથ્ય નથી. વિશ્વભરમાં કોરોના માટે જેટલી પણ વેક્સિન શોધવામાં આવી, તેમાં સૌથી સારી અને સુરક્ષિત આપણી વેક્સિન જ છે. આપણી વેક્સિન લગભગ 79 દેશોમાં આપવામાં આવી છે. પરંતુ ક્યાંથી આવા સમાચાર સામે આવ્યા નથી.’
ADVERTISEMENT
‘દરેક વ્યક્તિના હાર્ટની સમસ્યા જુદી જુદી’
તેઓએ જણાવ્યું હતું કે, જંકફૂડ, લાઈફસ્ટાઈલ, વધતાં પેસ્ટીસાઈડનો ઉપયોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો અને રહેણીકરણીમાં આવેલા મોટા ફેરફાર પણ જવાબદાર છે. દરેક વ્યક્તિના હાર્ટની સમસ્યા જુદી જુદી હોય છે. કોઈને કોલેટ્રોલ વધુ હોય તો કોઈને હૃદયના વાલ અને ધમની સમસ્યા હોય તેવા સમયે જો વધુ કસરત કરી લેવામાં આવે કે પછી માનસિક ભારણ વધી જાય ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT