‘આને જોઈને જેનું લોહી ન ઉકળે તે જીવતા જીવ મરી ચૂક્યા છે’, સાક્ષી હત્યાકાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આક્રોશ
અમદાવાદ: દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે સોમવારે 16 વર્ષની બાળકીની તેના જ પ્રેમી દ્વારા જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હેવાનિયત ભરેલી…
ADVERTISEMENT
અમદાવાદ: દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે સોમવારે 16 વર્ષની બાળકીની તેના જ પ્રેમી દ્વારા જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હેવાનિયત ભરેલી ઘટના પર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘કોઈ ભાઈનું લોહી કેવી રીતે ના ઉકળે?’ વાસ્તવમાં, રવિવારે (28 મે) દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં, સાહિલ નામના છોકરાએ તેની 16 વર્ષની ગર્લફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરી હતી.
ગર્લફ્રેન્ડની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી
આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાહિલ પહેલા તેની ગર્લફ્રેન્ડ પર ચાકુ વડે અનેક વાર કરે છે. જ્યારે છોકરી ઘાયલ થઈને જમીન પર પડી ત્યારે સાહિલ નજીકમાં પડેલો પથ્થર ઉપાડે છે અને તેનું માથું કચડી નાખે છે. સાહિલે તેની ગર્લફ્રેન્ડનું માથું એક વખત નહીં પરંતુ ત્રણ વખત પથ્થર વડે કચડી નાખ્યું હતું. નવાઈની વાત એ છે કે સાહિલે આ સમગ્ર હત્યાકાંડને લોકો સમક્ષ અંજામ આપ્યો હતો. ઘટના દરમિયાન લોકો સાહિલની આસપાસથી પસાર થતા જોવા મળ્યા હતા.
લોકો અમને કટ્ટરવાદી કહે છે- ધીરેન્દ્ર શાસ્ત્રી
એવામાં, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ બાબતે કહ્યું, ‘મને હમણાં જ આ બાબતના સમાચાર મળ્યા છે. લોકો અમને કટ્ટરપંથી કહે છે. તેઓ કહે છે કે અમે વિવાદો ઉભા કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે આપણી બહેનની આ હાલત જોઈએ છીએ ત્યારે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ભાઈ હશે જેનું લોહી ઉકળે નહીં. આને જોઈને જેનું લોહી ન ઉકળે તે જીવતા જીવ મરી ચૂક્યા છે.
ADVERTISEMENT
પોલીસ લવ જેહાદના એંગલથી તપાસ કરશે
આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ઘટનાના 24 કલાકમાં આરોપી સાહિલની ધરપકડ કરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ આ મામલાની તપાસ લવ જેહાદના એંગલથી કરશે.
ADVERTISEMENT