ધીરેન્દ્ર શાસ્ત્રીએ પક્ષના જોડાણને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાતના સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવા આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું આદિવાસી વિસ્તારોમાં જંગલોમાં કથા કરતો હોવાથી કાવતરાઓ થઈ રહ્યા છે. સનાતન વિરોધી શક્તિઓ પણ અનુભવાઈ રહી હોવાથી સુરક્ષા આપવામાં આવી રહી છે.

બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીબે દિવસીય મુલાકાતે સુરત પહોંચ્યા હતા, તેમણે દિવ્ય દરબાર પહેલાં મીડિયા સાથે વાતચીત કરી હતી જ્યાં તેમણે તેમને મળેલી Y કેટેગરીની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હવે હું થોડા દિવસો ગુજરાતમાં વિતાવીશ. આ જ રીતે ધર્માંતરણના મુદ્દે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ વિષયને જાણીને હું ચોક્કસપણે આદિવાસી વિસ્તારોમાં કથા કરવાનું આયોજન કરીશ.અને ઘર વાપસી કારવીશું.

મારી માતા કિરણજી એ કહ્યું કે તમારે ગુજરાત આવવાનું છે. હું તેમના કહેવાથી ગુજરાત આવ્યો છું. મને અહી પરિવાર મળ્યો છે. સનાતન સંસ્કૃતિનો પ્રચાર જરૂરી છે. હિન્દુ રાષ્ટ્રને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રની વાત કોઈ ખોટી નથી. ભારત હિન્દુ રાષ્ટ્ર હતું અને એ હિન્દુ રાષ્ટ્ર જાહેર થઈ ને રહેશે. અમારો ધ્યેય ફક્ત કાગળ પર હિન્દુ રાષ્ટ્ર નથી પણ દરેક હિન્દુના હદયમાં હિન્દુ રાષ્ટ્ર જગાડવાનો છે. ગુજરાતમાં થયેલા વિરોધને લઈ કહ્યું કે હનુમાનજીને લંકા જવા પર પણ વિરોધ થયો હતો. હું કોઈ પક્ષ સાથે જોડાયેલ નથી. કોઈ પણ પાર્ટીને કહીશ કે મને ફક્ત એક પાર્ટી સાથે જોડે બજરંગબલીની પાર્ટી સાથે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT