રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભાજપ અને કોંગ્રેસને લઈ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું ?

ADVERTISEMENT

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભાજપ અને કોંગ્રેસને લઈ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું ?
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભાજપ અને કોંગ્રેસને લઈ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું ?
social share
google news

રાજકોટ: સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા છે. ત્યારે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે ધીરેન્દ્ર શાસ્ત્રી દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા લોકો વોટબૅંક બનશે? આ મામલે જવાબ આપ્યો છે. આ સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને તેમના ચેલા કહ્યું છે.

ભાજપ, કોંગ્રેસ બંનેને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તમામ અમારા ચેલા છે. ભાજપ અમારા ચેલા છે. કોંગ્રેસ અમારા ચેલા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અમારે ત્યાં આવે છે. વર્તમાન મુખ્યમંત્રી અમારે ત્યાં આવે છે. જે કોઈ આવે છે તેમણે આશીર્વાદ આપવામાં આવે છે. હું કોઈ પણ રાજનેતા પર ચર્ચા નથી કરતો અને રાજનીતિની કોમેન્ટ પર ચર્ચા નથી કરતાં.

ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ લોકો વૉટબેંક બનશે આ સવાલ પર તેમણે કહ્યું કે, આ તેમની વિચારસરણી છે. હું આ વિચારું છું કે, જે અમારા સાથે જોડાયેલા છે. તે સનાતન હિન્દુ ધર્મ માટે એક યોદ્ધા બની શકે છે. બીજી તરફ ગુજરાતના લોકોન એપગલ કહેવા મામલે ખુલાસો કરતાં કહ્યું કે, પાગલનો મતલબ છે કે જે કોઈ એક ધૂનમાં લાગી જાય તે પાગલ છે. આ સમયમાં ભારતના તમામ સનાતની હિન્દુ યાત્રાની ધૂનમાં લાગ્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT