ધવલસિંહ ઝાલાનો યુ ટર્ન, ભાજપનો ખેસ પહેરી કર્યું મુખ્યમંત્રીનું સ્વાગત
અરવલ્લી: ગુજરાત વિધાનસભામાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની આશાઓ ઘણા બધાને બંધાઈ હતી. 4000થી વધુ દાવેદારોએ ટિકિટ માગી હતી અને ટિકિટ હતી 182 જેના કારણે…
ADVERTISEMENT
અરવલ્લી: ગુજરાત વિધાનસભામાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની આશાઓ ઘણા બધાને બંધાઈ હતી. 4000થી વધુ દાવેદારોએ ટિકિટ માગી હતી અને ટિકિટ હતી 182 જેના કારણે ઘણા નારાજ થયા હતા. નારાજ થઈ અને બાયડના ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામુ ધરી અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારે હવે ધવલસિંહ ભાજપના ખેસ સાથે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા છે.
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપની છાવણીમાં દેખાયા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધવલસિંહ ઝાલાએ ભાજપનો ખેસ પહેરી હાજરી આપી હતી અને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.ત્યારે ચૂંટણી સમયે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ અપક્ષમાંથી ચૂંટણી લડી અને જીતનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મામલે કહ્યું કે, હું પહેલા પણ ભાજપમાં હતો અને આજે પણ ભાજપમાં છું. હું મારા સમર્થકોની સલાહ લઈને ભાજપ કાર્યાલય આવ્યો છું
આપ્યો હતો ભાજપને ટેકો
તાજેતરમાં યોજાયેલ વિધાનસભા સત્ર પહેલા બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળ્યા હતા. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ADVERTISEMENT
Live: રાહુલ ગાંધીની સજા ચાલુ રહેશે કે તેમને મળશે રાહત? માનહાનિના કેસમાં સુનાવણી શરૂ
પાટીલે કહ્યું હતું કે, ભાજપની સામે પડ્યા છે તેમને ભાજપમાં નહીં લેવાય
ઉલ્લેખનીય છે કે જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખે ચૂંટણી પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે નેતાઓ નારાજ થઈને ભાજપની સામે પડ્યા છે તેમને ભાજપમાં નહીં લેવાય, જીતશે તો પણ તેઓને ભાજપમાં નહીં લેવાય. હવે ધવલસિંહ ભાજપમાં આવી ગયા છે. ત્યારે જોવાનું રહ્યું પાટીલ સ્વીકારે છે કે નહીં?
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી )
ADVERTISEMENT