દ્વારકા મંદિરમાં આજે નહિ ચઢાવાય ધજા, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: મહાવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં તબાહી સર્જવા માટે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેની કેટેગરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઉભું થયું છે. ત્યારે ભારે રાજ્યના જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આજે જગત મંદિરના શિખર ઉપર અબોટી બ્રાહ્મણો દ્વારા ધ્વજા આરોહણ નહિ કરવામાં આવે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે મોડી રાતથી જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. તો 16 તારીખ સુધી જાહેરનામું લાગુ રહેશે. અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કર્યો છે. તો સાથે જ દ્વારકા મંદિરમાં આજે ધજા નહિ ચડાવી શકાય. માત્ર દ્વારકાધીશને ધજાને પ્રસાદના રૂપે ધરવામાં આવશે. ભારે પવન અને વરસાદને કારણે ધજા ચઢાવવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

દ્વારકામાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી
હાલ તો મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા છે. વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. સવારથી 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે દ્વારકા મંદિરમાં વાવાઝોડાનો જોરદાર પવન ફૂંકાતા આજે નહિ ધજા ચઢાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધજાશિખર પર આશરે 50 ફૂટ નો લાકડાનો સ્થંભ ઉપર 52 ગજ ની ધ્વજા ચડાવવા માં આવે છે.પવનની ગતિ અને ભજેવાળું વાતાવરણ ને કારણે ધજા ન ચડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અબોટી બ્રાહ્મણો દ્વારા અને તંત્ર ની સૂચના બાદ વાતાવરણ હળવું ના થાય ત્યાં સુધી ધ્વજા આરોહણ કરવામાં નહિ આવે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT