વર્દીમાં રિલ કે વીડિયો પોસ્ટ કરનાર પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયનો આદેશ, જાણો શું કહ્યું?
ગાંધીનગરઃ ગુજરાત પોલીસની છબી ખરડાય તેવી તો અઢળક ઘટનાઓ અવારનવાર સામે આવી છે. જોકે હાલ ડીજીપીનો એક પરિપત્ર સોશ્યલ મીડિયામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ દ્વારા કરવામાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત પોલીસની છબી ખરડાય તેવી તો અઢળક ઘટનાઓ અવારનવાર સામે આવી છે. જોકે હાલ ડીજીપીનો એક પરિપત્ર સોશ્યલ મીડિયામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી પોસ્ટને કારણે બગડતી છબીને બચાવી લેવાના હેતુથી કરવામાં આવ્યો હોવાનું તેમાં કહેવાયું છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી ના માત્ર યુવાનો કે યુવતીઓ, બાળકોમાં પણ રિલ અને વીડિયો બનાવી પોસ્ટ કરવાનો ક્રેઝ વધ્યો છે. તેમાં ગુજરાત પોલીસ પણ બાકાત નથી અને કોઈ કોર્પોરેશનના કર્મચારી હોય કે અન્ય કોઈ સરકારી કર્મચારી, લગભગ ઘણા સરકારી નોકરી કરનારાઓમાં આ ક્રેઝ છે, પરંતુ વર્દી દેખાય છે ત્યારે ગુજરાત પોલીસની છબી ખરડાય છે અને તેની સામે એક્શન લેવાશે તેવો ડીજીપીનો આદેશ છે. ચાલો જોઈએ કે વિકાસ સહાયે શું આદેશ કર્યો છે.
CCTV: અરવલ્લીના વ્યક્તિને કપડવંજના પેટ્રોલપંપ પર આવ્યો હાર્ટ એટેક, થયું મોત
શું કહે છે DGPનો પરિપત્ર
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે, કર્મચારી કે પોલીસ વિભાગના સદસ્યો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે આચાર સહિતના 2023 બહાર પાડવામાં આવી છે, જેનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ જણાવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ બાબતની આચારસંહિતાનું ચુસ્તપણે અમલ કરતા નથી. પોલીસ અધિકારીઓ કર્મચારી દ્વારા ફરજ પર તથા સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં રિલ અને વીડિયો બનાવીને અલગ અલગ મીડિયાના એપ્લિકેશન ઉપર પોસ્ટ કરીને પોલીસને છબીને કલંકિત કરવા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી કરી તમામ અધિકારી અને કર્મચારીઓ સાચા સંહિતાનો ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક હોવાનું જણાવ્યું છે. જો કોઈપણ આ આચાર સાહિત્યનો ભંગ કરશે તો તેઓની સામે કાર્યવાહી અને કડક પગલાં ભરવામાં આવશે જેની જાણ તમામ ડિપાર્ટમેન્ટ, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષકો રેન્જના વડાઓ અને તમામ સેનાપતિઓને કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT