IPS હની ટ્રેપમાં ડીજીપીનો મોટો ખુલાસો, આવી કોઈ ઘટના જ બની નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : છેલ્લા થોડા દિવસોથી એક યુવતીએ કરાઇ પોલીસ એકેડેમી ખાતે હોર્સ રાઇડિંગ ખાતે આવેલી એક યુવતીએ 4 IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની એક વાત વહેતી થઇ હતી. જેમાં આઇપીએસ અધિકારીઓ પાસેથી 1 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાની વાત પણ વહેતી થઇ હતી. જો કે અલગ અલગ માધ્યમોમાં વહેતી થયેલી આ વાતમાં કોઇ તથ્ય નહી હોવાનો ખુલાસો પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસવડા દ્વારા આ કાંડની તપાસ માટે જે સમિતીની રચના કરવામાં આવી તે સમિતીએ તમામ આઇપીએસ અધિકારીઓને ક્લિન ચીટ આપી હતી.

રાજ્ય પોલીસ વડાએ તત્કાલ તપાસ કમિટીની રચના કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, વાત વહેતી થતાની સાથે જ રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા એક તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં ડીજીપી ઉપરાંત એક મહિલા આઇપીએસ અધિકારીનો પણ સમાવેશ કરાયો હતો. આ સમિતી દ્વારા આ વાતમાં કોઇ તથ્ય નહી હોવાનો અહેવાલ અપાયો હતો.

યુવતી 8 મહિના પહેલા હોર્સ સાઇડિંગ શીખવા આવી હોવાની વાત પાયાવિહોણી
અત્રે ઉલ્લેખનીય છે કે, માધ્યમોમાં ઉલ્લેખ છે કે, એક યુવતી 8 મહિના પહેલા હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ લેવા માટે કરાઇ પોલીસ એકેડેમી ખાતે આવી હતી. જો કે 8 મહિના પહેલા આવી કોઇ યુવતી આવી નહોતી. આ ઉપરાંત અહીં પોલીસ સ્ટાફ સિવાય કોઇને પણ ટ્રેનિંગ અપાતી પણ નહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઉપરાંત યુવતીનો સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઇ રહ્યો છે તે યુવતી કરાઇ એકેડેમીની અશ્વશાળામાં કામ કરતા એક કર્મચારીની પરિચિત હોવાથી માત્ર એક વખત જુલાઇ-2020 (અઢી વર્ષ પહેલા) પોતાના ભાઇ બહેન સાથે આવી હતી. ત્યારે તેણે આ તસવીર લીધી હતી.

ADVERTISEMENT

યુવતી મધ્યપ્રદેશની નહી પરંતુ ગુજરાતની હોવાનું જ સામે આવ્યું
તપાસમાં યુવતી તથા તેના પરિવારમાં લોકોનાં નિવેદન પણ લેવાયા હતા. આ ઉપરાંત યુવતીના મોબાઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ હોવા ઉપરાંત 1000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફોલો કરે છે. કોઇ અધિકારીના વીડિયો સારા લાગે તો પોતાના એકાઉન્ટ પર પણ લગાવતી હોવાનું સામે આવ્યું છે. પ્રસિદ્ધ થયેલા સમાચારમાં યુવતી મધ્યપ્રદેશની છે તેનો ઉલ્લેખ છે પરંતુ આ યુવતી ગુજરાતની જ છે. તેનો પરિવાર ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલો છે .આ યુવતી કોઇ પણ આઇપીએસ અધિકારીને રૂબરી મળી નથી. જે જુના ફોટા વાયરલ છે તે 2020 માં કરાઇ ખાતે લીધેલા હોવાનું સામે આવ્યું છે. જેથી માધ્યમોમાં વહેતા થયેલા સમાચારો ખોટા અને પાયા વિહોણા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT