RAJKOT માં નકલી ‘રાણો’ જેલમાં રહેશે કે ડી સ્ટાફ રૂમમાં જાણો કેવી છે સ્થિતિ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરમાં 7 ડિસેમ્બરે રાણો ઉર્ફે લોકકલાકાર દેવાયત ખવડે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. પોલીસે લાંબો સમય સુધી દેવાયત ખવડને છાવર્યા બાદ આખરે પીએમ મોદી સુધી ફરિયાદ જતા પોલીસને પણ ધરપકડની ફરજ પડી હતી. 10 દિવસથી ફરાર દેવાયતે આખરે સરેન્ડર કર્યું હતું. દેવાયત ખવડે બિલ્ડર એવા મયૂરસિંહ રાણા પર લોખંડની પાઇપો વડે હુમલો કર્યો હતો.

દેવાયત ખવડને VIP ટ્રીટમેન્ટ અપાશે કે આરોપીની જેમ રખાશે
દેવાયત ખવડને વીઆઇપી તરીકે ટ્રીટમેન્ટ અપાશે કે આરોપી જેવી તેના જવાબમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું કે, અમારા માટે તો તે આરોપી જ છે. જે દરેક આરોપી સાથે અમે જે કરીએ છીએ તે તેમની સાથે પણ કરીશું. દેવાયત ખવડને લોકરમાં રખાશે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આરોપીને જ્યાં રખાય છે ત્યાં જ રાખવામાં આવશે.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બદલે ક્રાઇમબ્રાંચમાં હાજર થયો
જો કે બીજી તરફ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જ્યારે દેવાયત ખવડે સરેન્ડર ક્રાઇમબ્રાંચમાં સરેન્ડર કર્યું હતું. જો કે જે એ ડિવિઝન પોલીસે તેને આટલા સમય સુધી છાવર્યો તે જ પોલીસનું નાક કપાવીને ખવડે ક્રાઇમબ્રાંચમાં સરેન્ડર કર્યું હતું. જેના કારણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શાખને ભારે નુકસાન પહોંચ્યું હતું. ક્રાઇમબ્રાંચ આખરે ખવડને ટ્રાન્સફર કરી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT