દેવાયત ખવડ મહા શિવરાત્રી પણ જેલમાં કરશે, જામીન અરજી ફરી નામંજૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી પર આજે સુનાવણી થઇ છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન કોર્ટમાં જમીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજી ફરી નામંજૂર થઇ છે. જેથી હવે દેવાયત ખવડની શિવરાત્રિ પણ જેલમાં જ જશે.

મારામારી કેસમાં દેવાયત ખવડે કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી. દેવાયત ખવડની જામીન અરજી ફરી ફગાવવામાં આવી છે.દેવાયત ખવડે અત્યાર સુધીમાં 58 રાત જેલમાં વિતાવી છે. ત્યારે હવે મહા શિવરાત્રી પર પણ દેવાયત ખવડ જેલમાં બંધ રહેશે. દેવાયત ખવડે સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી કુલ પાંચ વખત જામીન માટે વલખા માર્યા છે. તમામ વખત દેવાયત ખવડની જામીન અરજીઓ રદ થઈ છે.

જાણો શું હતી ઘટના
સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠથઈ દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.

ADVERTISEMENT

દેવાયત ખવડ 10 દિવસથી હતો ફરાર

મારામારીના ગુનામાં દસ દિવસથી દેવાયત ખવડ ફરાર હતો. એટલુ જ નહી તેણે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી. બીજી તરફ ઈજા પામનાર મયુરસિંહના પરીવારજનોએ તત્કાળ દેવાયત ખવડની ધરપકડ કરવા માંગણી કરી હતી.

ADVERTISEMENT

વાત પ્રધાનમંત્રી ઓફિસ સુધી પહોંચી હતી
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: બમ બમ ભોલેના નાદ સાથે મહા શિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે

આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipc ની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બનાવમાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નહોતી. તમામ આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ શોધખોળ બાદ પણ આરોપીઓ મળી આવ્યા નહોતા. પરંતુ આરોપીઓ સામેથી આવીને પોલીસ સમક્ષ હાજર થયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT