દેવાયત ખવડની લુખ્ખાઓને શરમાવે તેવી હરકત, યુવક પર 3 લોકો તુટી પડ્યાં
રાજકોટ : ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા હતા. તેઓએ રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોક ખાતે મયુરસિંહ રાણા નામના એક વ્યક્તિ પર જીવલેણ હુમલો…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા હતા. તેઓએ રાજકોટમાં આવેલા સર્વેશ્વર ચોક ખાતે મયુરસિંહ રાણા નામના એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના સીસીટીવી હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જો કે કયા મુદ્દે અદાવત રાખીને માર મારવામાં આવ્યો છે તે અંગે કંઇ બહાર નથી આવી રહ્યું.
ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સ્ટેજ પરથી તો ખુબ જ મોટી મોટી વાતો કરતા હોય છે. જો કે તેમની હરકત એક અસામાજિક તત્વને પણ શરમાવે તેવી હતી. ખવડે એક યુવકને અચાનક ઘેરી લઇને ઢોર માર માર્યો હતો. ત્રણ લોકો એક યુવક પર હિચકારો હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે જો કે હજી સુધી કોઇ અધિકારીક પોલીસ ફરિયાદ દાખલ નથી થઇ. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જો કે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, યુવક રોડ પરથી પસાર થઇ રહ્યો હોય છે. ત્યારે અચાનક એક સ્વિફ્ટ આવીને ઉભી રહી છે. તેમાંથી બે લોકો ઉતરીને યુવક કંઇ સમજે તે પહેલા જ તેને ઢોર માર મારવા લાગે છે. યુવક ગંભીર રીતે ઘાયલ થઇને ઢળી ન પડે ત્યાં સુધી તેને માર મારે છે. ત્યાર બાદ તેઓ ફરાર થઇ જાય છે. ત્યાર બાદ આસપાસના લોકો આવે છે અને યુવકને સારવાર માટે ખસેડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT