દ્વારકાધીશ મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર નો-એન્ટ્રી, મંદિર બહાર લાગ્યા બોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: ગુજરાતના સુપ્રિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, મંદિરમાં દર્શન માટે આવતા યાત્રિકો ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ કરી શકશે નહીં. મંદિરની બહાર આ સૂચના સાથેનું એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

શું લખ્યું છે બોર્ડમાં?
દ્વારકાધીશ મંદિરની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં સૂચના લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં પધારતા સર્વ વૈષ્ણવોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા અથવા જગત મંદિરની ગરિમા જળવાઈ રહે તેવા વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો. દેવસ્થાન સમિતિ દ્વારા કોઈ ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિરમાં રોજ 6 ધજા ચડાવવાનો નિર્ણય
આ નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ જગતમંદિરમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય ગૂગળી બ્રાહ્મણ સમાજની રજૂઆત બાદ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં જગતમંદિર પર હવે રોજ 6 ધ્વજા ચડાવવાનો નિર્ણય લેવાયો છે. 11 જુલાઈના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જગત મંદિરમાં છઠ્ઠી ધ્વજારોહણ કરવા બાબતે તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા છઠ્ઠી ધ્વજા ચડાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પર સમિતિ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો. જેનાથી ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવા માંગતા ભાવિકોને આ લાભ મળતો થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT