વડોદરાઃ આ વિસ્તારમાં યુવતીઓ લાલ પાનેતર પહેરી આવવા તૈયાર નથી, યુવાનોની હિજરત કરવાની વિચારણા

ADVERTISEMENT

વડોદરાઃ આ વિસ્તારમાં યુવતીઓ લાલ પાનેતર પહેરી આવવા તૈયાર નથી, યુવાનોની હિજરત કરવાની વિચારણા
વડોદરાઃ આ વિસ્તારમાં યુવતીઓ લાલ પાનેતર પહેરી આવવા તૈયાર નથી, યુવાનોની હિજરત કરવાની વિચારણા
social share
google news

દિગ્વીજય પાઠક.વડોદરાઃ વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન છે. દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના કારણે બોરિંગમાંથી પણ લાલ પાણી આવી રહ્યું છે. અને તેના કારણે રહીશોએ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે. અને રહીશોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. સ્થાનિકોની વ્યથા છે કે લાલ પાણીના કારણે અહીં કોઈ યુવતી લાલ પાનેતર પહેરીને પરણીને આવવા તૈયાર નથી. આ કારણે યુવાનો અહીંથી છોડીને અન્યત્ર વસવાનું વિચારી રહ્યા છે.

ઔદ્યોગિક વસાહતના પાપે ખેતીને નુકસાન
વડોદરા જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો આવી રહી છે તે સારી બાબત છે. પરંતુ વિકાસનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. વડોદરા જિલ્લાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં દાયકાઓ પૂર્વે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સુધુ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવતું હતું અને તેના કારણે ભૂગર્ભ જળ અત્યંત દુષિત બન્યા હતા. આસપાસના 10 કિમીના વિસ્તારના ગામોમાં જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે તો તેમાંથી લાલ કલરનું પાણી નીકળવા માંડ્યું હતું. એટલું જ નહીં તળાવ અને કુવામાં પણ તેની અસર જોવા મળી હતી. આ અસર દાયકાઓ બાદ આજે પણ જોવા મળી રહી છે. નંદેસરીને અડીને આવેલા અનગઢ ગામ ખાતે સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો લાલ પાણીના કારણે ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠી રહ્યા છે. જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે ત્યાં લાલ દુષિત પાણી નીકળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની વેદના છે કે અહીં કોઈ પણ યુવતી લગ્ન કરીને આવવા રાજી નથી કારણ કે પીવાના પાણીની સમસ્યાના કારણે તેઓએ દૂર સુધી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભૂગર્ભ જળમાં સુધારો કરવાના પ્રયાસો કરાય તેવી માંગ ઉઠી છે.

JK: ગુલમર્ગમાં 11 ગુજરાતીઓની ધરપકડ, રાઈડમાં બેસવા નકલી ટિકિટનો કર્યો ઉપયોગ

યુવાનોને કરવી પડશે હિજરત?
વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન છે. દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના કારણે બોરિંગમાંથી પણ લાલ પાણી આવી રહ્યું છે. તેના કારણે રહીશોએ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે. રહીશોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. સ્થાનિકોની વ્યથા છે કે લાલ પાણીના કારણે અહીં કોઈ યુવતી લાલ પાનેતર પહેરીને પરણીને આવવા તૈયાર નથી. યુવાનો અહીંથી છોડીને અન્યત્ર વસવાનું વિચારી રહ્યા છે.

ADVERTISEMENT

ખેતી પાકતી નથી અને યુવકોના લગ્ન થતા નથી
સ્થાનિકોનું કહેવું છે કે, વડોદરા જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો આવી રહી છે તે સારી બાબત છે. પરંતુ વિકાસનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. વડોદરા જિલ્લાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં દાયકાઓ પૂર્વે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સુધુ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવતું હતું અને તેના કારણે ભૂગર્ભ જળ અત્યંત દુષિત બન્યા હતા. આસપાસના 10 કિમીના વિસ્તારના ગામોમાં જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે તો તેમાંથી લાલ કલરનું પાણી નીકળવા માંડ્યું હતું. એટલું જ નહીં તળાવ અને કુવામાં પણ તેની અસર જોવા મળી હતી. આ અસર દાયકાઓ બાદ આજે પણ જોવા મળી રહી છે. નંદેસરીને અડીને આવેલ અનગઢ ગામ ખાતે સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો લાલ પાણીના કારણે ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠી રહ્યા છે. જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે ત્યાં લાલ દુષિત પાણી નીકળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની વેદના છે કે અહીં કોઈ પણ યુવતી લગ્ન કરીને આવવા રાજી નથી કારણ કે પીવાના પાણીની સમસ્યાના કારણે તેઓએ દૂર સુધી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભૂગર્ભ જળમાં સુધારો કરવાના પ્રયાસો કરાય તેવી માંગ ઉઠી છે.

કાયદામાં બદલાવ વગર સમલૈંગિકો માટે શું કરી શકે સરકાર? SCએ ત્રણ મે સુધી જવાબ માગ્યો

“દુષિત પાણીના કારણે ખેતીને વ્યાપક નુકસાન થાય છે. પહેલા જે પાક થતો હતો તેમાં કેમિકલયુક્ત પાણીના કારણે ઘટાડો થયો છે. અમારે ખેતી માટે અન્યત્ર ઉપર આધાર રાખવો પડે છે. તો અમારા દીકરાઓના લગ્ન પણ નથી થતા અહીં કોઈ છોકરી આપવા તૈયાર નથી. અને અમારા દિકરાઓએ હિજરત કરવી પડી રહી છે.” -સ્થાનિક રહીશો

ADVERTISEMENT

1996માં ઓડિટ માટેનો હુકમ થયો છતા હજુ સુધી કામ અધુરું
1995માં ભૂગર્ભ જળ સંદર્ભે હાઇકોર્ટમાં કેસ થયો હતો જેના ચુકાદા રૂપે 1996માં ગાઇડલાઇન બનાવી જીપીસીબી અને સીપીસીબીને ઓડિટ કરવાનો હુકમ કરાયો હતો. પરંતુ આજદિન સુધી આ ઓડિટ પૂરું થયું નથી. ઓડિટ ડિફિકલ્ટ છે અને તેના માટે કંપનીઓમાં આખી પ્રોસેસ કેવી રીતે થાય છે જે જાણવા દિવસો કાઢવા પડે પરંતુ તેવું થતું નથી. હાલ એક જ ઉપાય છે કે વરસાદી પાણીને સીધું ભૂગર્ભમાં ઉતારવું પડે અમે કેટલાક સ્થળોએ આ પ્રોજેક્ટ અમલી કર્યો છે અને તેનું પરિણામ મળ્યું છે કે આસપાસના કૂવાનું સ્તર સુધર્યું છે. તમામ કંપનીઓ પાસે આ ફરજીયાત કરાવવું જોઈએ. તો આ અંગે તંત્ર આ સમસ્યાને દાયકાઓ જૂની બતાવી રહ્યું છે અને પ્રયાસો ચાલી રહ્યાછે તેમ જણાવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT