દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો, 2 બાળક સહિત 5ને કરી ગંભીર ઈજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ગભરાટ ફેલાયો છે. આ વિસ્તારમાં બેકાબૂ કૂતરાએ હુમલો કરીને 5 લોકોને ઘાયલ કર્યા છે. આ હુમલામાં બે બાળકો પણ ઘાયલ થયા છે. જેને લઈને લોકમાં ચિંતાનો માહોલ છે. આ મામલામાં તુરંત કાર્યવાહીની માગ ઉઠી છે.

તંત્ર તાત્કાલીક હરકતમાં આવે તેવી ઉઠી માગ
આ સમાચાર મળતાં જ વિસ્તારના લોકોમાં ભય અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. અહીં પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના દ્વારકા વિસ્તારના લોકોમાં આશ્ચર્ય અને ચિંતાનું કારણ બની છે. આ હુમલા પછી, કેટલાક લોકો પોતાને ઘરોમાં બંધ રાખવાનું નક્કી કરી ઘરમાં પણ રહ્યા છે, કારણ કે તેઓ બહાર જવામાં સંકોચ અનુભવે છે ડર અનુભવે છે. સ્થાનિક વિભાગ અને વહીવટી તંત્ર કાર્યવાહી માટે સક્રિય થયું છે. ઘાયલ લોકોની હાલત હજુ પણ સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલામાં શ્વાનોના આતંકને કારણે વિસ્તારમાં ભય અને અસુરક્ષાની સ્થિતિ વધી છે.

રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોતની આશંકા

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં થયેલા આ હુમલાથી સ્થાનિક પ્રજા ચિંતામાં મુકાઈ ગઈ છે. સત્તાવાર સરકારી તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લે અને સત્તાવાળાઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે તત્પરતા અને તાત્કાલિક પગલા લે તેવી માગ ઉઠી રહી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)

    follow whatsapp

    ADVERTISEMENT