Devbhoomi Dwarka: મધદરિયે ફિશીંગ નેટમાં પગ ફસાયો, એરલિફ્ટ કરીને ભારતીય કોસ્ટગાર્ડે માછીમારને નવું જીવનદાન આપ્યું
દ્વારકાના દરિયાથી 40 કિલોમીટર દૂર સિધેશ્વરી નામની બોટ માછીમારી કરવા ગઈ હતી મધદરિયે ફિશીંગ નેટમાં માછીમારનો પગ ફસાયો ભારતીય કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને જીવ બચાવ્યો Indian…
ADVERTISEMENT
- દ્વારકાના દરિયાથી 40 કિલોમીટર દૂર સિધેશ્વરી નામની બોટ માછીમારી કરવા ગઈ હતી
- મધદરિયે ફિશીંગ નેટમાં માછીમારનો પગ ફસાયો
- ભારતીય કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને જીવ બચાવ્યો
Indian Coast Guard Rescue: દ્વારકાના (Devbhoomi Dwarka) દરિયાથી 40 કિલોમીટર દૂર સિધેશ્વરી નામની બોટ માછીમારી કરવા ગઈ હતી. આ દરમિયાન મનુ આલા મકવાણા નામના માછીમારનો પગ માછીમારી ઝાળમાં બાંધવામાં આવેલ લોખંડમાં ફસાઈ જતા લગભગ પગ તૂટી જવા પામ્યો હતો. જેના કારણે તેમને અસહ્ય પીડા ઉપડતા ભારતીય કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, કોસ્ટગાર્ડની ટીમે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરની મદદથી ગંભીર ઈજાગ્રસ્ત માછીમારને એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યૂથી ખલાસીનો જીવ બચી ગયો હતો.
ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ
માહિતી મળતા જ તરત જ ભારતીય કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું ICG એર એન્કલેવ પોરબંદરથી ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર લઈ ઘટના સ્થળે પહોંચીને માછીમારને એરલિફ્ટ કરીને હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યો હતો. બાદમાં આઇસીજી એચક્યુ 15 ઓખા ખાતે લઈ ગયા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આપવામાં આવી હતી. હેડક્વાટર ખાતે આઇસીજી મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાંથી જામનગરની જીજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો. આ રીતે ફરી એકવાર ભારતીય કોસ્ટગાર્ડે એક જીવનદાન આપ્યું અને માછીમારને મોતના મોં માંથી પાછો ખેચી લાવ્યા.
(ઈનપુટ: રજનીકાંત જોશી, દેવભૂમિ દ્વારકા)
ADVERTISEMENT
ADVERTISEMENT