દ્વારકામાં ‘દાદા’નું બુલડોઝરનો સપાટો, એક જ દિવસમાં ભૂ-માફિયાઓની 98 મિકલતો તોડી પડાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દેવભૂમિ દ્વારકા: દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સરકારી જમીન પર કબજો કરીને બાંધી દેવામાં આવેલી દુકાનો-મકાનો સહિત ધાર્મિક સ્થળોને પણ હટાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ દિવસમાં 273 ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં 214 મકાનો, 55 કોમર્શિયલ અને 4 ધાર્મિક સ્થળો દૂર કરીને 11.07 લાખ સ્ક્વેર ફૂટ જમીન ખાલી કરવામાં આવી છે.

હાલમાં નાવદ્રા બંદર પર કાર્યવાહી ચાલુ
દ્વારકામાં હાલ નાવદ્રા બંદર પર ગેરકાયદેસર જમીન ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે. દેશની સુરક્ષા માટે ખતરો બનેલા ગેરકાયદેસર નિર્માણોને તોડી પાડવાની આ કામગીરીમાં અહીંથી 2 ધાર્મિક સ્થળ, 24 કોમર્શિયલ એકમો તથા 72 મકાનો તોડવામાં આવ્યા છે અને 2.25 લાખ સ્ક્વેર ફૂટ જમીન ખાલી કરાવવામાં આવી છે. નોંધનીય છે કે, પાછલા વર્ષે અહીં અનવર પટેલના બંગલામાંથી 120 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, તે બંગલા પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

પાંચ દિવસથી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ
નોંધનીય છે કે દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં પહેલા નોટિસ આપ્યા બાદ દબાણ ન હટાવાય તો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ માટે તંત્ર સાથે પોલીસ પણ કામગીરીમાં જોડાઈ છે. અહીં સુધી કે દ્વારકાની દબાણ હટાવ ઝુંબેશની નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી અને આ કામગીરી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનની પીઠ પણ થાબડી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT