SURAT માં જંગલરાજ જેવી સ્થિતિ, 24 કલાકમાં 3 યુવાનોની સામાન્ય બાબતે હત્યા, પોલીસ સદંતર નિષ્ફળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય સિંહ રાઠોડ/સુરત : ગુજરાતનું સુરત શહેર આમ તો રાજ્યનું આર્થિક પાટનગર છે પરંતુ હવે તે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ પણ બની ચુક્યું છે. સુરતમાં હત્યા, લુંટ, બળાત્કાર, છેડતી અને મારામારી જેવી ઘટનાઓ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીં મુખ્યત્વે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે શહેરની ઓળખ છે, પરંતુ આ શહેર હવે અપરાધીઓનું પણ શહેર બનતું જઇ રહ્યું છે. પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાને ખાળવામાં નિષ્ફળ રહી છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના બની છે.

પગ પર ટાયર ચડી જવા જેવી સામાન્ય બાબતે હત્યા
હત્યાની પ્રથમ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી. અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતા મુકેશ ઉર્ફે બોક્સર પરમારનો રવિવારે 23 મો જન્મ દિવસ હતો. તે પોતાનાં મિત્રો સાથે તાપી નદીના કિનારે ગાર્ડનમાં જન્મ દિવસની ઉજવણી કરવા માટે ગયો હતો. જન્મદિવસની ઉજવણી બાદ મુકેશ પોતાના મિત્રોની સાથે કોસાડ આવાસમાં રહેતા પોતાનાં મિત્ર પપ્પુ ઓડનાં ઘરે પહોંચ્યા હતા. જો કે ત્યાં જવા દરમિયાન તેમની બાઇકનું ટાયર ત્યાના સ્થાાનિક કુલદીપ ઉર્ફે છોટૂ યાદવના પગ પર ચડી ગયું હતુ. જેના મુદ્દે બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા છોટૂ યાદવ અને તેના અન્ય સાથિઓએ મુકેશ પર ચાકુ વડે હૂમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

બીજી ગેંગને સમર્થન કેમ આપે છે તેમ કહીને હત્યા
બીજી ઘટના સચિન જીઆઇડીસીમાં બની હતી. કનસાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય દુર્ગેશ વિનોદ ઠાકુર રવિવારે પોતાની ગર્લફ્રેંડનો જન્મ દિવસ હોવાના કારણે પોતાનાં અન્ય મિત્રો સાથે ફિલ્મ જોવા માટે ગયો હતો. ફિલ્મ જોયા બાદ પોતાની ગર્લફ્રેંડને ઘરે ઉતાર્યા બાદ બે મિત્રો બાઇક પરથી પાલી ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક દુર્ગેશ વિનોદ ઠાકુરનો જુનો મિત્ર ગુડ્ડી, મનીષ ઝા અને સુરજ યાદવ બુલેટ પર આવ્યા હતા અને તમે લોકો કરણસિંહ ગેંગને સપોર્ટ કેમ કરો છો તેમ કહીને હૂમલો કર્યા બાદ ફરાર થઇ ગયા હતા. ઘાયલ અવસ્થામાં દુર્ગેશને નવસારી હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મોત નિપજ્યું. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.

ADVERTISEMENT

અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી
હત્યાની ત્રીજી ઘટના સુરત શહેરના પૂના ગામ વિસ્તારમાંથી સામે આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારિયા ગામના રહેનારા જયદીપ સિંહ પરમાર નજીકના દેવદ ગામના સુરેશભાઇ છોટુભાઇ પટેલની જમીનમાં ખેતી કરે છે. રવિવારે તેઓ ખેતર પર પહેલા ગયા હતા. ત્યારે ખેતર પર આવેલા એક કુવામાં દુર્ગંધ આવતી હતી. કુવાની નજીક જઇને જોતા એક અજાણ્યા વ્યક્તિની વાયર સાથે બાંધેલી લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. આ મુદ્દે તત્કાલ પોલીસને કરવામાં આવી. ઘટના સ્થળે પોલીસે પહોંચી લાશને કબ્જામાં લઇને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા જેથી મોતનું અસલી કારણ માહિતી મળી શકે છે. મૃતકની ઓળખ માટે પ્રયાસો ચલાવાઇ રહ્યા છે. બીજી તરફ પોલીસે બે લોકોને હાલ કસ્ટડીમાં લઇને પુછપરછ ચલાવાઇ રહી છે.

કાયદો અને વ્યવસ્થાની ચિંથરેહાલ સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં બાળ ગુનેગારોની સંખ્યામાં ખુબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. અહીં ગુનેગારોની મોટી મોટી ગેંગ બની ચુકી છે. સામાન્ય વાતમાં કોઇની પણ ઉપર હૂમલો કરી દેવામાં આવે છે. આ ઉપરાંત બાળ અપરાધીઓને તે પણ ખબર હોય છે કે, કાયદાથી તેઓ પોતાની ઉંમરનો હવાલો ટાંકીને બચી જશે. સુરત પોલીસ મોટી મોટી ગેંગ્સ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ચુક્યાા છે પરંતુ આ નાના ગુનેગારો પોલીસ માટે પણ માથાનો દુખાવો બનેલા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT