માતાનું મોત છતા બહાદુર દિકરી પરીક્ષા આપવા પહોંચી, અધિકારીના જડ વલણના કારણે માતાના અગ્નિ સંસ્કારમાં હાજર ન રહી શકી
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં આજથી ધો.10 અન 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરાના દંતેશ્વરમાં એક ખુબ જ દુખદ ઘટના બની હતી. જેમાં…
ADVERTISEMENT
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં આજથી ધો.10 અન 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરાના દંતેશ્વરમાં એક ખુબ જ દુખદ ઘટના બની હતી. જેમાં માતાના મૃત્યુ બાદ દિકરી પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કુલ ONGC ખાતે પહોંચી ગઇ હતી. માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ વિદ્યાર્થીની ખુશી પાટકરને જણાવ્યું હતું કે, પેપર સારૂ ગયું છે. માતાની સાથે આવી ઘટના બનતા મને ખુબ જ ચિંતા થઇ રહી છે. વડોદરા સહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા અનુપમનગર રહેતી ખુશી પાટકર ધોરણ 10 ની પરીક્ષા શરૂ થઇ છે.
જો કે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નિપજ્યું માતાનું મોત
જો કે પરીક્ષા શરૂ થાય તેના આગલા જ દિવસે મોડી રાત્રે તેના માતાનું મૃત્યું થયું હતું. જેના પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. સાથે સાથે ખુશી નામની વિદ્યાર્થીનીને તો 10 મા ધોરણની પરિક્ષા હતી અને આગલી રાત્રે માતાનું મોત થયું હતું. બીજા દિવસે પરીક્ષા હતી. માતાનો મૃતદેહ નજર સામે હતો. જો કે ખુશી હિંમત હારી નહોતી. તેણે માતાના મોત છતા પણ માતાની જ અધુરી ઇચ્છા પુર્ણ કરવા માટે પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યો હતો. જેના પગલે ખુશી પરીક્ષા આપવા માટે ગઇ ત્યારે તેની માતાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. તેમ છતા પણ તેણે હિંમત હાર્યા વગર પરીક્ષા આપી હતી.
માતાના અંતિમ સંસ્કારમાં હાજર ન રહી શકી
પોતાની માતાને અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શકી નહોતી. ખુશીની હિંમત જોઇને પરિવારનો તેની પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા પણ આવ્યા હતા. બીજી તરફ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ વડોદરા મેયર નિલેશ રાઠોડને જાણ થતા તેઓ દિકરી ખુશીને મળવા માટે પહોંચી ગયા હતા. મેયરે ખુશીને તથા તેના પરિવારને પણ આશ્વાસન આપ્યું હતું. ખુશીની ફોઇએ જો કે ખુશીની પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીનીના ફોઇ દિપીકા ઉતરેકરે જણાવ્યું કે, ગઇકાલે મારા ભાભીનું મોત નિપજ્યું હતું. તેમને ટીબી હતું અને લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.
ADVERTISEMENT
ખુશી આગળ જઇને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે
ખુશીની બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને અમે તેને તૈયાર કરી હતી. જો કે ખુશી પેપર આપવા ઇચ્છતી હોવાથી નોડેલ ઓફીસરને અમે જાણ કરી હતી. પોલીસને સાથે રાખીને અમારી સાથે તેને મોકલવા અપીલ કરી હતી. જો કે નોડેલ ઓધિકારીએ ઇન્કાર કરી દીધો હતો. વિદ્યાર્થીએ આખરે પોતાની માતાને અંતિમ સંસ્કાર પણ કરી શકી નહોતી અને પરીક્ષા આપવી પડી હતી. ખુશીના પિતા છુટક મજુરી કરે છે અને માતા ગૃહિણી હતા. લોકોના ઘરે ઘરકામ કરતા હતા. જો કે ખુશીને સારો અભ્યાસ કરીને ITI કરીને કોમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવાની ઇચ્છા છે.
ADVERTISEMENT