સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદારે લીધી એક લાખની લાંચ, એસીબીના હાથે ઝડપાયા
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ લાંચ લેવામાં જરા પણ ખચકાતા નથી. જનતાના કામ લાંચ લઈને જ કરે છે. ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓ માટે સરકાર…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ લાંચ લેવામાં જરા પણ ખચકાતા નથી. જનતાના કામ લાંચ લઈને જ કરે છે. ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓ માટે સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરવામાં આવી છે. ત્યારે એસીબી લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા પૂરતા પ્રયત્નો કરી રહી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયબ મામલતદાર(ઈન્ચાર્જ સર્કલ ઓફિસર)ને એક લાખ રૂપિયાની લાંચ લેતા પાટણ એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. સમી મામલતદાર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ થતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
સમી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અમરસિંહ રમણભાઈ ચૌધરી હાલમાં સર્કલ ઓફિસર તરીકે ચાર્જમાં છે. એક અરજદારને મિલકત વેચાણ દસ્તાવેજ કરાવેલ હતા. તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા માટેની કામગીરી માટે સર્કલ ઓફિસર દ્વારા અરજદાર પાસે રૂપિયા એક લાખની લાંચની માગણી કરી હતી. અરજદાર આ લાંચની રકમ આપવા માગતા ન હતા. આ મામલે અરજદારે પાટણ એસીબી પોલીસને જાણ કરતા એસીબી દ્વારા ઇન્ચાર્જ સર્કલ ઓફિસરને રંગે હાથે ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું.
ટ્રેપમાં ફસાયા અધિકારી
લાંચિયા અધિકારીની કરતૂત બહાર પાડવા માટે એસીબીએ ગોઠવવેલ ટ્રેપ મુજબ લાંચિયા અધિકારીએ અરજદાર પાસેથી માંગેલ લાંચની 1 લાખ રૂપિયાની રકમ લઈ અરજદારને મોકલ્યા હતા. બેખોફ બનેલા લાંચિયા અધિકારીએ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા ઓફિસરની અટકાયત કરીને ઓફિસ ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં પણ લાંચ લેતા ઝડપાયા મહિલા તલાટી
અનેક લાંચિયા અધિકારીઓ એસીબીના હાથે ઝડપાઇ રહ્યા છે ત્યારે ગઇકાલે સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી મહિલા અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે. એસીબીની પકડમાં ન આવે તે માટે તેણે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધા હતા
ADVERTISEMENT