મા, પુત્ર અને પત્નીની હત્યા કરનાર નરપિશાચીને દિયોદર કોર્ટે ફટકારી ફાંસીની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news
ધનેશ પરમાર ,બનાસકાંઠાઃ  દિયોદર એડિશનલ કોર્ટેમા, પુત્ર અને પત્નીની હત્યા કરનાર નરાધમ અથવા નરપિશાચીને ફાંસીની સજા ફટકારી છે. મનુષ્યવધ એટલે કે હત્યા ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પૂરવાના આધારે આરોપ સાબિત થતા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
મનુષ્યવધ એટલે કે હત્યા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ કોર્ટ સમક્ષ પુરાવા આધારે આરોપ સાબિત થતા આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા ફટકારાઈ છે. દિયોદર એડિશનલ સેશન્સ જજે એક હિંસક મત બન્યો છે.નોવૃત્તિ ધરાવતા નરપિશાચ સમાન આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જો કે જજનો આ નિર્ણય સભ્ય સમાજમાં ન્યાયિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. અને કોર્ટેનો ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ચુકાદો દેશભરમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.
2019ના કેસમાં 2023માં મળ્યો ન્યાય 
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019માં પરિવારના મોભીએ જ ખૂની ખેલ ખેલીને પરિવારના જ ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરી હતી.આરોપીએ ક્રૂરતાની તમામ હદો વટાવી પોતાના જ પરિવાર નાં સભ્યો એવા પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં આરોપી ભીખાજી તખાજી ઠાકોર વિરૂદ્ધ પોતાની માતા ,પત્ની ,પુત્ર ની કુહાડીના ઘા મારી ઘાતકી હત્યા કરવાના કેસમાં દિયોદર સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. 2019માં બનેલી આ ઘટનાંમાં ટ્રાયલ બાદ 2023માં કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કરી આરોપીને ફાંસીની સજા ફટકારીને ન્યાયનો નવીન ઈતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો: ક્રિકેટમાં હવે અદાણી ગ્રુપની એન્ટ્રી, મહિલા IPL ની પાંચ ટીમનું ઓક્શન પૂર્ણ

શું હતો મામલો તો હત્યા કરવી પડી 
આ કેસના સરકારી વકીલ ડી.વી.ઠાકોર દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી વિરૂદ્ધ સબળ પૂરાવા રજૂ કર્યા હતા.બેરોજગાર બની કામ ધંધો ન કરતા પરણિત વ્યક્તિની જવાબદારી બને છે કે, તે પોતાના પરિવારનો નિર્વાહ કરવા કામ કરે. જો કે પરિવારજનોએ માત્ર કામ કરવા જવાની વાત કરતા આરોપી હિંસા પર ઉતરી આવ્યો હતો,અને કુહાડી ના ઘા ઝીંકી પોતાની પત્ની,પુત્ર અને માતાની કરપીણ હત્યા કરી હતી.આમ અપરાધીનું આ કૃત્ય કદાપી માફ કરી ન સકાય અને તેને ફાંસીની સજા જ ફટકારવી જોઈએ તેવી હિમાયત પણ સરકારી વકીલે કરી હતી,જો કે સામાન્ય ઘર કંકાસમાં સામુહિક હત્યાકાંડ કરનાર આરોપીનો ગુનો પૂરવાર થવો પણ જરુરી છે. જે કોર્રટમાં સાબિત થતા દિયોદર કોર્ટે આરોપીને કડક સજા ફટકારી હતી. જેથી સમાજમાં અન્ય અપરાધીઓ આ પ્રકારનું હિનતા ભર્યુ કૃત્ય કરવા પહેલા સો વખત વિચારે કે આની સજા પણ ખુબ આકરી હશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT