ભાવનગરનાં મફતનગરમાં રહેવાસીઓને ડિમોલેશન અટકાવવા સ્ટે ન મળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલ ૧૪ નાળા વિસ્તારમાં આવેલા મફતનગરમાં ગેરકાયદે ઊભી કરાયેલી વસાહતને દુર કરવા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરતા તેને અટકાવવા સ્થાનિક રહીશોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનવણી આજરોજ હાથ ધરાતા કોર્ટે અરજદારોને પુરાવા રજૂ કરવા ૧૫ દિવસનો સમય આપવા અને ત્યારબાદ હુકમના અમલ માટે બીજા ૧૫ દિવસ આપવા તે મુજબ સેરેક્શન આપીને બંને કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરીને લઈને ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ મળ્યાથી 400 લોકો મનપાની કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ચાર લોકોની તબીયત લથડી પડી હતી જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એક વ્યક્તિ મૃત્યુ પામતા લોકોમાં ભારે રોષની લાગણી ઊભી થઈ હતી.

સુરત ભાજપના 4 કોર્પોરેટર ખોવાયા હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયા પર થઈ ફરતી

કોર્ટે પુરાવા રજુ કરવા 15 દિવસ આપ્યા પણ ડિમોલેશન પર સ્ટે નહીં
ભાવનગર મહાનગરપાલિકાની કુલ ક્ષેત્રફળ ૯૧૦૫ ચોરસ મીટર છે તથા અંદાજીત રૂપિયા ૪૦ કરોડની કિંમતની જમીનમાં થયેલા દબાણ હટાવવા મહાનગરપાલિકા દ્વારા કુલ-૧૪૪ આસામીઓને નોટિસ આપી જરૂરી હુકમ કરવામાં આવ્યો હતો. દબાણકર્તાઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે કેસ દાખલ કરવામાં આવી હતી અને બાંધકામ દુર નહીં કરવા અંગે મનાઇ હુકમ મેળવવા દાદ માંગવામા આવી હતી. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરદારોને ૧૫ દિવસમાં પુરાવા રજુ કરવા અને ત્યારબાદ હુકમના અમલ માટે બીજા ૧૫ દિવસ આપવા તે મુજબ ડાયરેકશન આપ્યું હતું પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ નહીં તોડવા અંગે કોઇ મનાઇ હુકમ કે ડાયરેક્શન આપવામાં આવ્યું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT