‘ધારા બેનના હત્યારાઓને ફાંસી આપો’, સુરજ ભુવા સહિતના આરોપીઓને કડક સજા અપાવવા કોણ મેદાને આવ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગર: આપણે ત્યાં ઘણા બાબા-ભુવાઓને લોકોએ એવા માથે બેસાડ્યા હોય કે એ લોકો પોતાને સર્વોપરી સમજવા લાગે, જ્યારે સિક્કાની બીજી બાજુ જ કાંઈક જુદી હોય. આવો જ એક ભૂવો એક યુવતીની હત્યા અને બાદમાં તેની લાશને સળગાવી દે છે અને વર્ષ સુધી કોઈને ગંધ આવવા દેતો નથી. જોકે કાયદાના હાથ એટલા પણ ટુંકા નથી પડ્યા કે આવા ગુનાઓમાં આરોપીઓ સરળતાથી સરકી જાય તેવું તે લોકો ભુલી ગયા હોય છે. પોલીસે આખરે આ મામલામાં સચોટ દિશામાં સફળતા મેળવી છે અને સૂરજ સહિતના આરોપીઓને પકડી પાડ્યા છે. ત્યારે જૂનાગઢની યુવતીની હત્યા કેસમાં આરોપી ભુવા સહિત તેમાં સંડોવાયેલા લોકોને ફાંસી આપવાની માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે.

ઠાકોર સમાજે કલેક્ટર-પોલીસ વડાને કરી રજૂઆત
સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારા હત્યા કેસમાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના ઈસમોને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરાઈ છે. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી.

શું બન્યું હતું?
અમદાવાદની યુવતીના ગુમ થયાની ફરિયાદ પછી પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન અલગ અલગ ટીમ બનાવી પોલીસે છેલ્લા 15 દિવસથી રીતસર ઝુંબેશ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે આખરે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ યુવતી અને સૂરજ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે સૂરજ પરિણીત હોઈ તેના લગ્ન જીવનને આ પ્રેમ સંબંધ પરેશાન કરનારો હતો. જેથી તેણે પોતાના મિત્રો સાથે તેનો કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું. ગત વર્ષ 2022માં 19મી જુને તે આ યુવતીને લઈ પોતાના ઉપરોક્ત સાગરિતો સાથે ચોટીલા આવી ભોજન લીધું જે પછી સૂરજના મૂળ ગામ વાટાવચ્છ તેને લઈ જવાઈ હતી. જ્યાં કારમાં મીત નામના શખ્સે દુપટ્ટાથી તેને ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. લાશ એક મોટો પુરાવો બની શકતી હોઈ આરોપીઓએ તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ સળગાવી નાખી હતી. અગાઉ આ જ યુવતીએ સૂરજ પર દૂષ્કર્મની ફરિયાદ પણ કરી હતી.

ADVERTISEMENT

બીજી બાજુ ધારા ગુમ થઈ હોય તેવું બતાવવા સૂરજના મિત્ર મીતની માતાને પણ આરોપીઓએ ધારાના કપડા પહેરાવી અમદાવાદના પાલડીમાં આમ તેમ ફેરવી હતી. પોલીસને ગેર માર્ગે દોરવા આવું બધું કરાયું હતું જેથી સીસીટીવીમાં પોલીસ કાંઈક બીજું જ ચિત્ર જોઈ શકે. જોકે પોલીસ એમ કાંઈ થાપ ખાય તેમ ન્હોતી. પોલીસે બધું જ બહાર કઢાવી લીધું અને આખરે હવે પોલીસ તેને સ્થળ પર લઈ જઈ પુછી રહી છે કે બતાવ તે છોકરીની કેવી રીતે હત્યા કરી હતી. મતલબ કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે.

(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT