બરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જીલ્લામાં અલગ ડેરી બનાવવાની માંગ, જીલ્લાના ત્રણમાંથી બે ધારાસભ્યો મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

છોટા ઉદેપુર: જીલ્લામાં પશુપાલકો ભેગા થઈને જીલ્લાની અલગ ડેરી બનાવવાની માંગ કરવામાં આવી છે. જીલ્લાના ત્રણમાંથી બે ધારાસભ્યોને મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થઈને અલગ ડેરીની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોએ પશુપાલકોને અલગ ડેરીની માંગ મુદ્દે સરકાર સુધી વાત લઈ જવાની વાત કરવામાં આવી છે.

બરોડા ડેરીમાં ચાલતા વિવાદને લઇને છોટા ઉદેપુર જીલ્લાના પશુપાલકોએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં ત્રણ ધારાસભ્યો છે. જેમાંથી બે ધારાસભ્યોએ મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થઈને અલગ ડેરીની માંગ કરી છે.

સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરીના નિયામક મંડળ અને એમડી સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મામલે બરોડા ડેરીના નિયામક મંડળ મીડિયા સમક્ષ આવીને તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે બરોડા ડેરીમાં વિવાદના ડેરાને લઈ હવે છોટા ઉદેપુર જિલ્લામાં નવી ડેરી બનાવવા માંગ ઉઠી છે.

ADVERTISEMENT

બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લામાંથી ભરાય છે
બરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે  બોડેલી ખાતે જિલ્લાના ત્રણેય ધારાસભ્યોને દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખો અને મંત્રીઓએ આપ્યું આવેદન પત્ર આપ્યું અને છોટાઉદેપુર જિલ્લાને અલગ ડેરી આપવા કરી માંગ છે .વડોદરા જિલ્લાના સ્વાર્થી રાજકારણને લઈ બરોડા ડેરીનું અસ્તિત્વ જોખમમાં હોવાનો આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લાથી ભરાય છે

દેશી કપાસની ખેતી કરતાં ખેડૂતોના મામલે હાર્દિક પટેલ આવ્યા મેદાને, કૃષિ મંત્રીને પત્ર લખી કરી આ ફરિયાદ

ADVERTISEMENT

બરોડા ડેરીનો વિવાદ
સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરીના નિયામક મંડળ અને એમડી સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મામલે બરોડા ડેરીના નિયામક મંડળ મીડિયા સમક્ષ આવીને તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા.બરોડા ડેરીના નિયામક મંડળ અને એમડી સામે ધારાસભ્ય કેતન ઈનામદારે ભ્રષ્ટાચાર અને સગાવાદને નોકરી આપવાના આક્ષેપો કર્યા હતા. જે મામલે ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ જી.બી. સોલંકી, પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ ( દિનુ મામા ) સહિત 10 ડાયરેકટરો મીડિયા સમક્ષ આવી આક્ષેપોને નાકર્યા હતા.

ADVERTISEMENT

ડેરી વિવાદમાં ભાજપના વધુ એક ધારાસભ્ય જોડાયા
બરોડા ડેરીનો વિવાદ વઘારે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ બાદ હવે છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્યની પણ બરોડા ડેરીના વિવાદમાં એન્ટ્રી થઈ છે.રાજેન્દ્રસિંહ રાઠવાએ બરોડા ડેરી વડોદરા જિલ્લાના સ્વાર્થી રાજકારણનો ભોગ બનતી હોવાનો આરોપ લગાવ્યો છે. બરોડા ડેરીમાં અવાર નવાર વિવાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના સભાસદોએ છોટાઉદેપુર જિલ્લાના બીજેપીના ધારાસભ્યો અભેસિંહ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદન પત્ર પાઠવી છોટાઉદેપુર જિલ્લામાં અલગ ડેરીની માંગ કરી છે. દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે કોઇ પણ મુદ્દે વાસ્તવિકતા જાણ્યાં વગર માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે બરોડા ડેરીને છેલ્લા ત્રણ વર્ષથી નિશાન બનાવાઇ રહી છે. હાલના સ્થિતિ એ ચાલુ રહે તો બરોડા ડેરીનું ભવિષ્ય જોખમમાં લાગે છે અને તેના કારી છોટાઉદેપુર જીલ્લાનો દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સહન કરવાનું આવશે તેવું લાગી રહ્યું છે.તો બીજીતરફ ધારાસભ્યોએ દૂધ ઉત્પાદકોની રજૂઆતને ધ્યાને લઈ આગળ પહોંચાડવાની ખાતરી આપી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર

    follow whatsapp

    ADVERTISEMENT