પ્રદર્શન દરમિયાન 1 નિવૃત આર્મી જવાન શહીદ, Gujarat સરકાર હવે તો સાંભળો
ગાંધીનગર : ગુજરાતમાં નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે મોરચે માંડીને બેઠા છે. જો કે હાલ ગુજરાતમાં જેટલી સરકારી શાખાઓ છે…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે મોરચે માંડીને બેઠા છે. જો કે હાલ ગુજરાતમાં જેટલી સરકારી શાખાઓ છે તેટલા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં દરેક ચાર રસ્તે એક એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહી ગણાય. તેવામાં નિવૃત આર્મી જવાનોએ પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે.
એક નિવૃત જવાનનું મોત થતા મામલો તંગ
જો કે આજે વિરોધ પ્રદર્શન ખુબ જ આક્રમક બન્યું હતું. આ વિરોધ પ્રદર્શનના પગલે સરકાર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સચિવાલયના ગેટ નં.1 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આર્મી જવાનો પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે આ પ્રદર્શન દરમિયાન 1 આર્મી જવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. જવાનનું નામ કાનજીભાઇ મેથલિયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હજી આ અંગે કોઇ અધિકારીક નિવેદન નથી આવ્યું. જે પ્રકારની ઘટના બની છે તે જોતા પોલીસ બંદોબસ્તને વધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિ ન વણસે તે માટે તમામ તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે.
કેટલીક માંગણી સરકાર સ્વિકારી ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા નિવૃત આર્મી જવાનોની કેટલીક માંગણીઓ તો સ્વિકારી લેવાઇ છે. જેમાં શહીદ પરિવારનાં જવાનને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય. આ ઉપરાંત જવાનનાં બાળકોને 5 હજાર રૂપિયાની શિક્ષણ સહાય. શહિદ જવાનનાં માતા પિતાને માસિક 5 હજાર રૂપિયાની સહાય. જો કોઇ પ્રકારે સૈનિક દિવ્યાંગ થાય અથવા તો પથારીવશ થાય તેવા કિસ્સામાં 2.5 લાખની રોકડ અથવા તો પ્રતિમાસ 5 હજાર રૂપિયાની સહાય. અપરણિત જવાનનાં મા બાપને 5 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT