બોડેલી નજીક બરજોરપુરા ખાતે અસંખ્ય કાગડાઓના મૃત્યુ, તંત્રએ આપ્યું મૃત્યુનું આ કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા:  રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાના બરજોરપુરા ખાતે અસંખ્ય કાગડાઓના મોત થયા છે. જેને લઈ લોકો સહિત તંત્રમાં દહેશત ફેલાઈ છે. આ ઘટનાને લઈ પશુ સારવાર કેન્દ્રની ટીમે  તપાસનો  ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં નર્સરીની નજીક મૃત્યુ પામેલ પશુને નાખી જતાં આ ઘટના ઘટી છે તેમ પ્રાથમિક અંદાજો લગાવવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં બરજોરપુરા માં છેલ્લા ત્રણ દિવસમાં નર્સરી વિભાગમાં અસંખ્ય કાગડાઓ મૃત્યુ પામતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ ઘટનાને લઈ  જાણ વન વિભાગને કરાતા ફોરેસ્ટ અધિકારી દ્વારા તપાસ કરી પશુ સારવાર કેન્દ્રની ટીમને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.  ત્યારે તપાસ માટે આવેલી ટીમનાં ડોક્ટર સાથે વાત કરતા તેઓએ નર્સરી ની પાસે જે મરણ ગયેલ પશુઓના મૃતદેહો નાંખવામાં આવે છે એ ઢોર પૈકી કોઈ ઢોર માં ઝેરી તત્વો હોવાથી કાગડાઓ દ્વારા તેને ખાતા આ બનાવ બન્યો હોય એવી આશંકા વ્યક્ત કરી હતી કેમ કે કાગડા સિવાયનુ કોઈપણ પક્ષી મૃત્યુ પામેલ નથી તેમ જાણવા મળ્યુ હતુ.

ગરમપંચાયતે લીધો નિર્ણય
આ બાબતની જાણ જબુગામ ગ્રામ પંચાયતને કરી ત્યાં મૃત્યુ પામેલા પશુ નહીં નાંખવા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતુ અને પશુ આરોગ્ય ટીમ દ્વારા કાગડા નુ સ્થળ પર જ પોષ્ટ મોર્ટમ કરી લેબ ટેસ્ટ માટે પણ સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતુ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT