ઊંઝામાં રખડતા પશુની અડફેટે આવતા આધેડનું મોત, તંત્ર પર ઉઠયા સવાલો
કામિની આચાર્ય, મહેસાણા: રખડતા પશુ સતત જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રખડતા પશુની અડફેટે આવવાથી મૃત્યુ થયાનીઓ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ…
ADVERTISEMENT
કામિની આચાર્ય, મહેસાણા: રખડતા પશુ સતત જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રખડતા પશુની અડફેટે આવવાથી મૃત્યુ થયાનીઓ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ઊંઝામાં એકબીજાને શીંગડા ભરાવીને લડી રહેલા બે રખડતા ઢોરોએ અહીં રામદેવપીરના મંદિર નજીક નાળાની પાળી પર બેઠેલા આધેડને અડફેટે લઈ જમીન ઉપર રીતસર ઘસડીને માથા ઉપર શીંગડા મારી ગંભીર ઈજા કરતા મોત થયું હતું. બ્રાહ્મણ યુવાનના મોતના પગલે ગામજનોમાં સ્થાનિક નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
ઊંઝામાં રૂસાત ચોરો ખાતે રહેતા અંદાજે 55 વર્ષના યોગેશભાઈ કનૈયાલાલ આચાર્ય બુધવારે સવારે ગામ બહાર આવેલા રામદેવપીરના મંદિર નજીક આવેલા નાળાની પાળી ઉપર બેઠા હતાં. આ દરમિયાન એકબીજાના શીંગડા ભરાવીને લડતા બે રખડતા ઢોરો એકાએક તેમના તરફ ઘસી ગયેલ. આધેડ કાંઈ સમજે તે પહેલા જ આ બંને રખડતા ઢોરોએ તેમને અટફેટે લઈ માથામાં ગંભીર ઈજા કરી હતી. સારવાર માટે લઈ જવાયેલા યોગેશભાઈ આચાર્યને તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોની હાલત દયનીય બની હતી.
બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા
રખડતા ઢોરનો ભોગ બનેલા બ્રાહ્મણ યુવાન ઉપર જ્યારે બંને ગાયો હુમલો કરી રહી હતી તે સમયે અહીં હાજર કેટલાક વ્યક્તિઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ગાયોની આક્રમકતા જોઈને તેમની નજીક પહોંચવું અસંભવ બન્યું હતું. યોગેશભાઈ આચાર્યને માથામાં થયેલી ઇજા ગંભીર સાબિત થઈ હતી. હાજર લોકોએ અનેક પ્રયાસોને અંતે આધેડને રખડતા ઢોરથી બચાવી સારવારની તજવીજ કરી હતી.
ADVERTISEMENT
શું કહે છે મહેસાણા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્કેશ પટેલ
ઊંઝા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, ઊઝા શહેરમાં રખડતા ઢોરોને લઈને બ્રાહ્મણ આધેડનું મોત નિપજ્યું છે .રખડતા ઢોરો બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પણ મતોની રાજનીતિમાં પડેલા નેતાઓ ધ્યાન આપતા નથી. રખડતા ઢોરોને કારણે સ્કૂલે જતા બાળકો ,રાહદારીઓ અને વૃદ્ધોને ભય સાથે રસ્તા ઉપર થી પસાર થવું પડી રહ્યું છે. અહીં તંત્ર કાંઈ જ સાંભળવા તૈયાર નથી.
ઊંઝામાં રૂસાત ચોરા પાસે રહેતા યોગેશભાઈ કનૈયાલાલ આચાર્ય કર્મકાંડનો વ્યવસાય કરતા હતા તેમના પિતા શિક્ષક હતા .રખડતા ઢોરનો ભોગ બ્રાહ્મણ યુવાન બન્યો હોવાની જાણ થતા જ ગામમાં પાલિકાની કામગીરી સામે રોષ ફેલાયો હતો. કહેવાય છે કે , રખડતા ઢોરોએ જ્યારે યોગેશભાઈને જમીન ઉપર પટકીને સિંગડે ભરાવ્યા ત્યારે તેઓએ બચવા માટે ઊભા થવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ બંને ઢોરોએ તેમને શિંગડા તેમજ પગથી જમીન ઉપર રગ દોરતા ગંભીર ઈજા થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT