ગુજરાત: કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સના ત્રણ હપ્તા કર્યા
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે તા-૦૧-૦૭-૨૦૨૨થી તેમજ બીજા ચાર…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે તા-૦૧-૦૭-૨૦૨૨થી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આમ અગાઉના ભથ્થામાં પણ જે વધારો મળી રહ્યો છે તેને ત્રણ હપ્તામાં વહેંચી ચુકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગજબ થઈ ગયું! ચાલુ કારના બોનેટ પર બેસી દુલ્હને બનાવી રિલ, ભરવો પડ્યો આટલા હજારનો દંડ
4516 કરોડનું વધશે તિજોરી પર વાર્ષિક ભારણ
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.
(ઈનપુટઃ બ્રિજેશ દોશી, ગાંધીનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT