સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ન્હાવા પડેલા ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા, પરિવારમાં શોકનો માહોલ
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: રાજ્યમાં આકરી ગરમી ચાલી રહી છે ત્યારે ગરમી થી ઠંડક મેળવવા માટે સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ત્રણ બાળકો નહાવા કુદયા હતા. સુરેન્દ્રનગરમાં…
ADVERTISEMENT

સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: રાજ્યમાં આકરી ગરમી ચાલી રહી છે ત્યારે ગરમી થી ઠંડક મેળવવા માટે સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ત્રણ બાળકો નહાવા કુદયા હતા. સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં 5 પૈકી 3 બાળકો ડૂબ્યા છે. આ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળકોને શોધવા માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. ત્યારે મોડી રાત્રે શોધખોળ જોખમી હોવાથી હવે વહેલી સવારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ત્રણેય બાળકોનો મૃતદેહ મળી આવ્યો છે.
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમા ત્રણ બાળકો ડૂબી જતા વહેલી સવારથી ફાયર ટીમ દ્વારા ત્રણેય ની શોધ કોણે હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઈ પોલીસ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે બીજી તરફ ત્રીજા બાળકની શોધખોળ શરૂ હતી ત્યારે ત્રીજા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ડેમ પર ડૂબેલ યુવકના પરિવારો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહો ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ડેમ પાસે વાહન મળી આવ્યા હતા
ધોળી ધજા ડેમ પાસેથી કિશોરોની ટુવ્હીલર પણ મળી આવ્યા છે. ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા હતા. બાકીના બે કિશોરો જણાવે છે કે અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો ન્હાવા પડ્યા. એ ત્રણેય મિત્રો ડેમમાં ડૂબી ગયા હતા. .
ADVERTISEMENT
ADVERTISEMENT