‘મોબાઈલ નહીં આપો તો જ દીકરીઓ સચવાશે..’, બનાસકાંઠાથી ઠાકોર સમાજે 11 કડક પ્રતિબંધોની કરી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠાઃ ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે.સમાજનો વિકાસ થાય તેમજ સમાજમાંથી કુરિવાજ દુર થાય તે માટે વિવિધ 11 મુદ્દા પર ઠાકોર સમાજે પ્રતિજ્ઞા લીધી હતી. ભાભરના લુણસેલા ખાતે સંત શ્રી સદારામ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.સદારામ બાપાએ આખુ જીવન વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે કર્યું હતું. ત્યારે ઠાકોર સમાજ પણ એ જ રસ્તે ચાલે તેને લઈ વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે આજે મંથન થયું હતું.

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લુણસેલા ગામે સંત સદારામ બાપાના મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ઠાકોર સમાજમાં સુધારણા અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે 11 મુદ્દે કડક પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કુંવારી દીકરીઓના મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. તેમણે મહોત્સવ દરમિયાન સ્ટેજ પરથી જ કહ્યું કે,મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોદી બદીઓ આવી છે.જે થી દરેક માતા-પિતા કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધના નિયમનું પાલન કરાવે.

ગેનીબેને ઠાકોરને સમાજને 11 નિર્ણયોનું પાલન કરાવવા કરી અપીલ

ADVERTISEMENT

1. લગ્ન પ્રસંગોમાં ડીજે ઉપર સાવ પ્રતિબંધ મુકવો
2. ઓઢામણુ રોકડમાં આપવું.
3. લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરત આપવી
4. સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ જવું.
5. જાનમાં 51 જણ જ જવું.
6. દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન
7. કુળ વાઇઝ સમૂહ લગ્નનું આયોજન
8. સ્વરેછાએ વ્યસન મુક્ત બનવું.
9. બોલામણું પ્રથા સદંતર બંધ.
10. સગાઈ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિકમાં વાપરવી
11. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી.

જાહેર મંચ પરથી જનતાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોર એવું કહેતા પણ સાંભળવા મળ્યા કે, આજે ઠાકોર સમાજ પ્રતિજ્ઞા લે છે અને મુર્તિ પ્રતિષ્ઠાના દિવસે સમાજના જે બંધારણ છે તેનું આવતીકાલથી ચૂસ્ત પાલન કરીશું. તેવું અમે સદારામ બાપાની સાક્ષીમાં સૌ મનોમન નક્કી કરીએ છીએ.માતા-પિતા દીકરીઓ પાસે આ નિયમોનું કડક પાલન કરાવે તેવી સૌ વડીલોને મારી વિનંતી છે.

ADVERTISEMENT

તેમણે સગાઈ અને લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યાને મર્યાદિત કરવાનું સુધારણા પગલું ભર્યું.દરખાસ્ત મુજબ,સગાઈ અથવા લગ્ન સમારોહમાં માત્ર 11 લોકોએ જ હાજરી આપવી જોઈએ, ઠાકોર સમાજના સભ્યોની સંખ્યા સારી હોય તેવા દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અને લગ્ન અને સગાઈ પર થતા ખર્ચને નિયંત્રિત કરવો જોઈએ. લગ્નમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ન રાખવી જોઈએ.

ADVERTISEMENT

કરારના ભંગ બદલ દંડ
સગાઈ પછી સંબંધો તોડનારા પરિવારો પર સમુદાયે દંડ લાદવો જોઈએ. દંડ તરીકે એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ શિક્ષણ અને સામુદાયિક સુવિધાઓના નિર્માણ માટે થવો જોઈએ. જો છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જતી હોય, તો ગામડાના સમુદાયના સભ્યોએ તેમના માટે વાહનવ્યવહારની વ્યવસ્થા કરવી જોઈએ, તેવું ઠાકોરના સમાજના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ થોડા તો માણસ બનોઃ નડિયાદમાં માવતર વિનાની દીકરીના લગ્નમાં વીજ પોલ પડ્યો પણ તંત્રએ કહ્યું…

આ બંધારણને લઈ વિવાદ સર્જાયો
તો આ બંધારણને લઈને ઠાકોર સમાજના અગ્રણીનું કહેવુ છે કે, આ પ્રકારના નિયમોથી સમાજમાં જે કુરિવાજોએ માજા મુકી છે તેના પર નિયંત્રણ આવશે. આ સાથે જ વડીલોની હાજરીમાં આ 11 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. પણ અહીં નોંધનીય બાબત એ છે કે, આ બંધારણને લઈને હવે વિવાદ પણ શરુ થઈ ગયો છે. ગેનીબેને આ નિયમો ફરજીયાત હોવાનું કહેતા અને દિકરીઓને મોબાઈલ ન જ આપવાની વાત પર અંદરખાને વિવાદ થયો હોવાની વાત સૂત્રો દ્વારા સામે આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT