જૂનાગઢમાં પિતાની નજર સામે કોલેજ લેક્ચર યુવતી તણાઈ ગઈ, બીજા દિવસે ટેમ્પો નીચેથી લાશ મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં ગત શનિવારે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. ક્યાં વાહનો તો ક્યાંક લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ મેઘતાંડવની વચ્ચે કારમાં જઈ રહેલા પિતા-પુત્રી પણ ફસાયા હતા. જેમાં કાર તણાઈ જતા સ્થાનિકોને પિતાને તો બચાવી લીધા પરંતુ દીકરીને બચાવતા પહેલા જ તે તણાઈ ગઈ અને બીજા દિવસે તેની લાશ મળી આવી. આમ યુવાન દીકરીનું આ રીતે કરુણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પૂરના પાણીમાં પિતાની સામે દીકરી તણાઈ
વિગતો મુજબ, દીપચંદા ધાંધલ નામની યુવતી ડો. સુભાષ એકેડેમીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચર તરીકે ફરજ બજાવી રહી હતી. યુવતીના પતિ ખાંભલાની એગ્રી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા. આથી યુવતી પિતાની સાથે રહેતી અને રજાના દીવસોમાં પતિ પાસે જતી હતી. ગત શનિવારે દીપચંકા કોલેજથી છૂટ્યા બાદ પિતા તેને લેવા માટે કાર લઈને આવ્યા હતા. ઘરે પરત જતા ભરડાવાવ પાસે દિવાલ ધરાશાયી થતા પાણીનો જોરદાર કરંટ આવ્યો હતો, એવામાં તેમની કાર સાથે રિક્ષા અને ટેમ્પો સહિતના વાહનો પણ તણાયા હતા. એવામાં દીપચંદાના પિતા અન્ય લોકોને મદદ કરવા માટે બહાર નીકળ્યા અને તેમને બચાવ્યા હતા.

બીજા દિવસે લાશ મળી
વિગતો મુજબ, તમામ લોકો એકબીજાનો હાથ પકડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દીપચંદા પણ લાઈટનો થાંભલો પકડીને ઊભી હતી અને અચાનક પકડ છૂટી જતા તે ભરડાવાવમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. NDRF અને પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા દિવસે સવારે એક ટેમ્પોની નીચેથી દીપચંદાની લાશ મળી આવી હતી. આમ પિતાની નજર સામે જ દીકરી પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈને તેનું મોત થઈ જતા પરિવારજનો આધાતમાં સરી પડ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT