65 વર્ષની ઉંમરે આ ગુજ્જુ એક્ટરે ગુપચુપ કર્યા લગ્ન, મહિલા પ્રેગ્નેટ થઈ તો આપ્યો ‘દગો’, હવે આપ્યું CINTAAમાંથી રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • દર્શન જરીવાલાનું CINTAAના વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું
  • કોલકાતાની મહિલાએ લગાવ્યા હતા ગંભીર આરોપ
  • દર્શન જરીવાલાએ મહિલા વિરુદ્ધ નોંધાવ્યો માનહાનિનો કેસ

Darshan Jariwala : પ્રખ્યાત અભિનેતા દર્શન જરીવાલા (Darshan Jariwala)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શન જરીવાલાએ CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)ના વાઇસ પ્રેસિડેન્ટ અને કાર્યકારી સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, જે બાદ તેઓ સતત હેડલાઈન્સમાં છે. ચાલો જાણીએ દર્શન જરીવાલાના આટલા મોટા નિર્ણય પાછળનું કારણ શું છે?

મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે દર્શન જરીવાલા પર એક મહિના પહેલા એક મહિલાએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું. વાસ્તવમાં મામલો એ છે કે કોલકાતાની એક મહિલાએ દર્શન જરીવાલા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે દર્શન જરીવાલાએ ગાંધર્વ વિવાહ દ્વારા મંદિરમાં લગ્ન કર્યા અને પછી જ્યારે તેણી ગર્ભવતી થઈ ગઈ, ત્યારે તેઓએ તેણીને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

અમિત બહલે આપી પ્રતિક્રિયા

રિપોર્ટ્સનું માનીએ તો એક્ટર અમિત બહલ (CINTAAના મહાસચિવ) એ આના પર વાત કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અમિત બહલે કહ્યું કે આ મામલો CINTAAની પ્રતિષ્ઠા પર ઊંડી અસર કરી રહ્યો છે અને તેથી તેમણે રાજીનામું આપ્યું છે.

ADVERTISEMENT

દર્શન જરીવાલાએ નોંધાવ્યો માનહાનિનો કેસ

આપને જણાવી દઈએ કે, મહિલાએ દર્શન જરીવાલા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દર્શન જરીવાલાએ પણ મહિલા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે.

કોણ છે દર્શન જરીવાલા?

દર્શન જરીવાલાની વાત કરીએ તો તેઓ એક પ્રખ્યાત અભિનેતા છે. દર્શન જરીવાલાએ માત્ર હિન્દી અને ગુજરાતી ફિલ્મો જ નહીં પરંતુ હિન્દી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. દર્શન જરીવાલાએ તેમના કરિયરમાં 90થી વધુ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે દર્શન જરીવાલાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કમઠાણ છે, જે તાજેતરમાં રિલીઝ થઈ છે. કમઠાણ ફિલ્મ શુક્રવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT