5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલકાશે, નદીના પટથી દૂર રહેવા એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. ગુજરાત સહિત પડોશી રાજ્યમાં મેઘરાજા મહેબાન છે ત્યારે બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરાઈ જવાની પૂર્ણ શક્યતાઓ છે. જિલ્લા ફ્લડ કન્ટ્રોલ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ 5 વર્ષ બાદ આ ડેમ અડધી રાત્રે છલકાશે. જોકે ઉપરવાસમાં પડતા ભારે વરસાદ થી બનાસનદીમાં પાણીનો મોટો પ્રવાહ ઘસમસતો ડેમમાં ઠલવાઇ રહ્યો છે. જોકે આ ભયજનક સ્થિતિમાં દાંતીવાડા મામલતદારે એલર્ટ જાહેર કર્યું છે અને નદી પટમાં જતા લોકોને અટકાવવા જાહેર ચેતવણી જાહેર કરી છે.

ડેમની હાલની સ્થિતિ
ગુજરાત સહિત રાજસ્થાનના માઉન્ટ આબુ અને ઉપરવાસમાં વરસાદ સતત શરૂ છે. જેથી વરસાદી પાણી સીધું બનાસ નદીમાં આવી રહ્યું છે. પાણીનો આ પ્રવાહ ખૂબ જ મોટો છે. બનાસનદી માંથી ડેમમાં હાલ સાંજે 7 વાગ્યાની સ્થિતિમાં 51,000 ક્યુસેક પાણી ડેમમાં આવી રહ્યું છે. પાણીની આ આવક મોટી છે. જેથી આજે સાંજે 7 વાગે દાંતીવાડા ડેમ 596 ફૂટની સપાટી સુધી પહોંચી ચૂક્યો છે. જોકે 51000 ક્યુસેક પાણીની આ આવક આજ રીતે યથાવત રહેશે તો આજે મંગળવાર 23 ઓગસ્ટ 2022ના રાત્રી ના 12 વાગ્યા સુધી ડેમ ભરાઈ જશે. અને ડેમ સત્તા મંડળને આવકની સામે ભયજનક સપાટી આવતાં ડેમના ગેટ તબક્કાવાર જરૂરિયાત મુજબ ખોલવા પડશે.

2017 બાદ દાંતીવાડા ડેમ ભરાશે
બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આજે 5 વર્ષ બાદ છલકાશે. જિલ્લામાં પાંચ વર્ષ બાદ પાણીને લઈને સુખદ સંકેતો મળ્યા છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં સિંચાઈ ના વિકલ્પો થી તમામ સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી મળશે. જિલ્લાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT