ઇકો કાર સાથે થયો ખતરનાક અકસ્માત, 2 મોત,3 બાળકો સહિત 4 લોકોના જીવન-મરણ વચ્ચે જોલા…
મહીસાગર: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતનો આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના…
ADVERTISEMENT
મહીસાગર: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતનો આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા મોડાસા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામ પાસેના હાઇવે પર કૂતરું આવી જવાના કારણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત છે.
હાલોલ શામળાજી હાઇવે ઉપર વડાગામ પાસે કારને અકસ્માત નડ્યો છે. ઇકો કારમાં સવાર સાત લોકોમાંથી બેના મોત થયા છે તો ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા રિફર કરાયા છે. ઇજાગ્રસ્તોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી સુરત જઈ રહ્યો હતો. અચાનક સ્વાન આવી જતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર પલટી ખાઈને રોડની સાઈડ ઉપર ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કુચડો વળી ગયો હતો.
બે લોકોના ઘટના સ્થળે મોત
ગોધરા- શામળાજી હાઇવે પર ઇકો કારમાં રાજસ્થાનથી સુરત જઈ રહેલ પરિવારને મહીસાગર જિલ્લાના વડાગામ પાસે અચાનક કૂતરું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરુષ અને એક મહિલા મળી બેના કરુણ મોત નિપજ્યાં હતા. ત્રણ બાળકો એક મહિલા અને એક પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બાળકો અને મહિલાને વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા. રાજસ્થાન ના બસવાળા જિલ્લાના ફટાપુર ગામના કુમાવત પરિવારના બે સદસ્ય ના મોત થયા છે. આ ઘટનામાં કાર ચાલકના પિતા રામચંદ્ર કુમાવત અને કાર ચાલકની પત્ની સંગીતા બેન કુમાવતનું ઘટના સ્થળે મોત થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT