Saputara Bus Accident : સાપુતારા ઘાટ નજીક બસ ખીણમાં ખાબકી, 2ના મોત, 70 જેટલા મુસાફર હતા સવાર
ગુજરાતના સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના બની છે. સાપુતારા ઘાટ નજીક સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસીઓ હોવાનું અનુમાન છે.
ADVERTISEMENT
સાપુતારા બસ અકસ્માત
Saputara Bus Accident : ગુજરાતના સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના બની છે. સાપુતારા ઘાટ નજીક સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. જેમાંથી બે લોકોના મોતની આશંકા છે. અકસ્માતની જાણ થતાં સાપુતારા પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોચી છે. જ્યારે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT