દમણ નજીક આવેલ બ્રાહ્મણ પૂજા વિસ્તારમાં ત્રણ યુવક પાણીમાં ડૂબ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.વલસાડઃ ગુજરાત અને દમણ વચ્ચેના ભીલાડ પલસેટ ગામ તરફ જઈ ત્રણ યુવાનો ખાડીમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન ખાડીમાં પાણી વધી જતા તેઓને સમજ પડી નહીં અને તેઓ ડુબવા લાગ્યા હતા. બનાવને પગલે ચોથા મિત્રએ કિનારેથી બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગી જેને પગલે અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. દમણ ફાયર અને કોસ્ટલ પોલીસ દ્વારા તેમને શોધવાના પ્રયાસો કર્યા પરંતુ તેમને બચાવી શકાયા ન્હોતા.

કેવી રીતે બની આ ઘટના?

દમન અને ગુજરાત વિસ્તારના બ્રાહ્મણ પૂજા વિસ્તારમાં બપોરના સુમારે નાની દમણના ખારીવાડમાં આવેલા દિવ્યા દર્શન બિલ્ડિંગમાં રહેતા 4 યુવાનો દમણના બ્રાહ્મ પૂજા પાસેની ખાડીમાં નાહવા અર્થે ગયા હતા. જ્યાં તેઓ ગુજરાત હદ ના ભીલાડ પલસેટ ગામ તરફ જઈ 4 પૈકી 3 યુવાનો ખાડીમાં નાહવા મટે ઉતાર્યા હતા અને નાહવાની મજા માણી રહ્યા હતા. એ દરમ્યાન પાણીનું વહેણ વધી જતાં ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે જોતા ચોથા મિત્ર એ કિનારે થી બચાવવા અર્થે બૂમાબૂમ કરી મદદ માટે પ્રયત્ન કર્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસને અપાયા AC વાળા હેલમેટ

પરંતું યોગ્ય સમયે મદદ ન મળતા ત્રણેય યુવાનો પાણીના વહેણમાં તણાઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક મોટી દમણ કોસ્ટલ પોલીસ અને દમણ ફાયર ને કરતા પોલીસ અને ફાયર ની ટીમ જગ્યા સ્થળ પર આવી યુવાનો ને શોધવાની કામગીરી શરૂ કરી હતી. ઘટના ગુજરાત હદમાં ઘટિત થઈ હોવાને લઈ વાપી ફાયર અને વાપી ભીલાડ પોલીસની પણ એક ટીમ જગ્યા સ્થળ પર આવી પહોંચી હતી અને યુવાનો ની શોધખોળ શરૂ કરી હતી. ઘણા લાંબા પ્રયત્નો બાદ એક પછી એક એમ ત્રણેય યુવાનોની લાશ અલગ અલગ સ્થળેથી મૃત અવસ્થામાં ફાયર વિભાગના તરવૈયાઓને મળી આવી હતી. આ ઘટનામાં 32 વર્ષીય રોહિત બોરા, 25 વર્ષીય ક્રિષ્ના જીવન બોરા અને 20 વર્ષીય સંદીપ નેગી મોતને ભેટ્યા હતા. લાશ મળ્યા બાદ દમણ પોલીસે એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય યુવાનોની લાશને દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી. બનાવ ગુજરાત હદમાં ઘટયો હોવાને કારણે આ મામલે 0 નંબરથી ફરિયાદ ભીલાડ પોલીસને મોકલવાની કામગીરી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT