‘તું સારા કપડાં પહેરીને ગામમાં કેમ ફરે છે?’ પાલનપુરમાં દલિત યુવક પર 7 શખ્સો લાકડી-ધોકા લઈને તૂટી પડ્યા
ધનેશ પરમાર/બનાસકાંઠા: દેશને આઝાદ થયા 75 વર્ષ થઈ ગયા. એકબાજુ સરકાર આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, તો બીજી તરફ હજુ પણ ગુજરાતના…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠા: દેશને આઝાદ થયા 75 વર્ષ થઈ ગયા. એકબાજુ સરકાર આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, તો બીજી તરફ હજુ પણ ગુજરાતના ગામડાઓમાંથી જાતિવાદનું દૂષણ દૂર થયું નથી. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા મોટા ગામમાં નવા કપડા પહેરીને ફરતા દલિત યુવકને 7 જેટલા યુવકોએ ઢોર માર માર્યો હતો. યુવકને બચાવવા માટે માતા વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો.
નવા કપડા અને ચશ્મા પહેરીને ગામમાં ફરતા યુવક પર હુમલો
વિગતો મુજબ, પાલનપુરમાં આવેલા મોટા ગામમાં એક દલિત યુવક ગામમાં નવા કપડા અને ચશ્મા લગાવીને ફરી રહ્યો હતો, ત્યારે ઠાકોર સમાજના 7 જેટલા શખ્સોએ ત્યાં આવીને ‘તું સારા કપડા પહેરીને કેમ ફરે છે?’ તેમ કહીને યુવકને લાકડી અને ધોકા વડે મારવાનું શરૂ કરી દીધું હતું. દબંગ યુવકોનો ગુસ્સો જોઈને કોઈ યુવકને બચાવવા માટે ગામમાંથી આગળ ન આવ્યું, જોકે યુવકની માતા તેને છોડાવવા માટે આ વ્યક્તિઓ સામે આજીજી કરવા લાગી. ત્યારે આ બદમાશોએ દલિત યુવકની માતાને પણ માર માર્યો અને ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા.
પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દલિત યુવકને સારવાર માટે હાલ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ફરિયાદ મળતા પોલીસે 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધી લીધો છે.
ADVERTISEMENT
આ જ ગામમાં અગાઉ જવાનના ભાઈના લગ્નમાં થયો હતો પથ્થરમારો
નોંધનીય છે કે, થોડા મહિના પહેલા આ ગામમાં દલિત પરિવારના યુવકના લગ્ન થયા હતા. દલિત યુવકનો ભાઈ સેનામાં જવાન હતો અને તે તેના ભાઈને ઘોડા પર બેસાડવા માંગતો હતો. ગામમાં તેના ભાઈના લગ્નમાં વિરોધ થઈ શકે છે તેવું વિચારીને તેણે સ્થાનિક એસપીની પણ મદદ લઈને પોલીસ રક્ષણ માંગ્યું હતું. તે પછી પણ વરરાજા ઘોડા પર બેસતાની સાથે જ ઠાકોર સમાજના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘણા લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા અને પોલીસે કેસ નોંધ્યો હતો અને 28 ગુનેગારોને જેલ હવાલે કર્યા હતા. લોકો માનતા હતા કે હવે આવી ઘટનાઓ નહીં બને. છતાં આ નવો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT